સંખેડા તાલુકા પંચાયતના નવિન ભવનનું આજે ધારાસભ્ય અને સાંસદના હસ્તે લોકાર્પણ કરાયું
સંખેડા તાલુકા પંચાયતના નવિન ભવનનું આજે ધારાસભ્ય અને સાંસદના હસ્તે લોકાર્પણ કરાયું.જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા.
સંખેડા તાલુકા પંચાયતનું નવિન ભવન છેલ્લા આશરે સાડા ત્રણ વરસથી બનીને તૈયાર હતું.આ ભવન માટેની ગ્રાંટ પૂરતી ના હોઇ તેને માટે સ્થાનિક આગેવાનો દ્વારા અવાર-નવાર ગાંધીનગર ખાતે રજુઆતો કરાઇ હતી.તાજેતરમાં લાઇટ ફિટિંગ માટે પણ સંખેડા તાલુકા પંચાયતે પંચાયત બાંધકામ વિભાગને આશરે દશ લાખ રોપિયાની લોન આપી હતી.જે બાદ અત્રે લાઇટ ફિંટિંગ કરાયું હતું.આખરે આજે આ ભવનનું ઉધઘાટન ધારાસભય અભેસિંહભાઇ તડવી અને સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે કરાયું હતું.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, ટી.ડી.ઓ.શિવાની ગોયલ(આઇ.એ.એસ.),આર.એન.રાઠવા તેમજ સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ અરુણાબેન કમલેશભાઇ તડવી,ઉપપ્રમુખ સંજયભાઇ દેસાઇ,કારોબારી અધ્યક્ષ દિપ્તીબેન મોચી,સામાજીક ન્યાય સમિતિ ચેરમેન વિનોદ સક્સેના,જિલ્લા પંચાયત સભ્ય રશ્મિકાંત વસાવા,નિતિનભાઇ શાહ,પ્રવિણભાઇ ભીલ,સંખેડા સરપંચ સોનલબેન શાહ સહિત તાલુકાના સરપંચો,તલાટીઓ વિગેરે મોટી સંખ્યાંમાં ઉપસ્થિત રહ્યા હતા.