પ્રા.શાળા ભૂછાડના પ્રાથમિક શિક્ષક કમલભાઈ વસાવાની રાજ્યની શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે પસંદગી.
કમલભાઈ ને 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિને કમલ વસાવાને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ એનાયત કરાશે.
પાંચમી સપ્ટેમ્બરના રોજ રોકડ પુરસ્કાર પેટે રૂ. 51000/-અને શિલ્ડ આપી રાજ્યપાલના હસ્તે સન્માન કરવામાં આવશે.
રાજપીપળા, તા. 25
ચાલુ વર્ષે 2019માં દક્ષિણ ઝોન ના 8 (આઠ )પરિસ્થિતિ માટે નર્મદા જિલ્લામાંથી સી.આર.સી કો-ઓર્ડીનેટર તરીકે નર્મદાના પ્રાથમિક શાળા ભુછાડ ખાતે ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષક કમલભાઈ રેવલભાઈ વસાવા રાજ્યના અને શ્રેષ્ઠ શિક્ષક પસંદગી તે રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા કમલભાઈને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ, સામાજિક સેવા, શિક્ષણ ક્ષેત્રે, વિશિષ્ટ કામગીરી આધુનિક ટેકનોલોજી ના ઉપયોગ થી ઓનલાઈન કામગીરીની સમીક્ષા પ્રવેશોત્સવ ગુણોત્સવના છેલ્લા ત્રણ વર્ષના ગ્રેડ ગામ તાલુકા જિલ્લા કક્ષાએ કામગીરી ની સમીક્ષા આધારીતી માં વિશિષ્ટ કામગીરી સરકારની શૈક્ષણિક અને સેવાકીય યોજનાની, સફળતા રાષ્ટ્રીય કામગીરી જેવી કે ચૂંટણી, મતદાર જાગૃતિ, અભિયાન, વસ્તીગણતરી, તેમજ સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરીના તમામ કાર્યોની સમીક્ષા ને ધ્યાને લઈને આ એવોર્ડ માટે તેમને પસંદ કરવામાં આવ્યા છે. અને પાંચમી સપ્ટેમ્બરના રોજ રોકડ પુરસ્કાર પેટે રૂપિયા એકાવન હજાર અને શિલ્ડ આપી રાજ્યપાલના હસ્તે સન્માન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં શિક્ષકોની સરાહનીય કામગીરી બદલ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ બેસ્ટ કામગીરી કરતા શિક્ષકોને એવોર્ડ આપવામાં આવે છે. જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો તથા સી.આર.સી બી.આર.સી નિરીક્ષણ અને મદદનીશ બેસ્ટ શિક્ષક નો એવોર્ડ આપવામાં આવે છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા