ધો- 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખૂશખબર, સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગાંધીનગર ખાતે શૈક્ષણિક બોર્ડની સામાન્ય સભા મળી હતી. જેમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પોતાની વતનની કોઈ પણ શાળાનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી વતનમાંથી પરીક્ષા આપી શકશે. પરીક્ષા કેન્દ્રનું વાતાવરણ યોગ્ય નહી હોય તો નજીકના અન્ય પરીક્ષા કેન્દ્ર પરથી વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે.

ધોરણ 10 અને 12માં હાજરી ખૂટતી હોય એટલે કે 65 ટકાથી ઓછી હાજરી વાળા વિદ્યાર્થીઓ ખાનગી પરીક્ષાર્થી તરીકે ફોર્મ ભરી શકશે. જો કે કાગળ પર ચાલતી શાળાની મંજૂરી આપોઆપ રદ્દ થશે. શિક્ષણ વિભાગ તમામ શાળાઓને નોંધણી પત્ર પણ આપશે. બીજી તરફ નોન ગ્રાન્ટેડ શાળાઓ ધોરણ 10માં પરિણામ પહેલા પ્રવેશ આપતી હતી. જે હવે આપી શકાશે નહી. હવે ધોરણ 10નું બોર્ડનું પરિણામ આવ્યા બાદ જ ધોરણ 11માં પ્રવેશ આપવામાં આવશે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )