બ્રાહ્મણ વિરોધી ફિલ્મ “ARTICLE 15” ગુજરાત રાજ્યના એક પણ થિયેટર માં રિલિઝ નહી થાય – ડો. યજ્ઞેશ દવે
ફિલ્મ માં કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) ના કન્વીનર ડો. યજ્ઞેશ દવે ના જણાવ્યા મુજબ 27 મે , 2014 ના રોજ ઉત્તરપ્રદેશ રાજ્ય ના બદાર્યું જિલ્લાના કટરા સઆદગંજ ગામ ખાતે 2 બાળકીઓના ગેંગરેપનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટના ને આધારિત “ARTICLE 15” નામ ની બોલિવૂડ ફિલ્મ બનાવવામાં આવેલ છે. જેનું ટ્રેલર 27 મે , 2019 ના રોજ પ્રકાશિત થયેલ છે. સમગ્ર ફિલ્મ એક સત્ય ઘટનાને આધારિત બનાવવામાં આવી છે. આ ફિલ્મ ના ટ્રેલરમાં બ્રાહ્મણ સમાજ દ્વારા દલિત યુવતીઓ પર બળાત્કાર જેવા અત્યાચાર ગુજારવામાં આવે છે તેવું બતાવવામાં આવ્યું છે. જ્યારે વાસ્તવિક ઘટના માં પીડિતા દલિત નઇ પણ મૌર્ય જાતિના હતા અને આરોપી જે સાબિત થયા તેઓ બ્રાહ્મણ નઇ પણ અન્ય જ્ઞાતિ ના હતા. જેમાં સંવિધાન મુજબ પીડિત પક્ષ અને આરોપી પક્ષ બંને OBC સમુદાય ના હતા. આ સમગ્ર વાસ્તવિકતા ને બદલી ને પીડિત દલિત અને આરોપી બ્રાહ્મણ બતાવી ને વર્ષો જૂની ભારતીય સંસ્કૃતિનો પાયો એવા સમગ્ર હિન્દુ સમાજ ને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) ના કન્વીનર ડો યજ્ઞેશ દવે , કમલેશભાઇ વ્યાસ , અમિતભાઈ દવે , અંબરીશભાઈ જાની , દિનેશભાઇ રાવલ દ્વારા ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી , નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલ , ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા , ગુજરાત રાજ્ય પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા , અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી એ.કે.સિંઘ અને ગુજરાત હાઇ કોર્ટ ચીફ જસ્ટિસ સમક્ષ આગામી તારીખ 28 જૂન , 2019 ના રોજ રીલીઝ થનારી ફિલ્મ ARTICLE 15 પર ગુજરાત રાજ્ય ભરમાં રોક લગાવવા મુદ્દે રજૂઆત કરવામાં આવી.
ડો. યજ્ઞેશ દવે દ્વારા સમગ્ર ગુજરાત ના ભૂદેવો અને સમગ્ર હિન્દુ સમાજને અપીલ કરવામાં આવી છે કે હિન્દુ ધર્મ માં પરસ્પર ભાગલા પાડતી અને સામાજિક એકતાને હાનિ પહોચાડતી આ પ્રકાર ની ફિલ્મ નો દરેક સમાજ વિરોધ કરે અને સામાજિક સમરસતા પ્રસ્થાપિત કરે. તથા ગુજરાત રાજયભરમાં આ ફિલ્મ રીલીઝ થવા દેવામાં નઇ આવે. આ પ્રકારની ફિલ્મ દ્વારા હિન્દુ સમાજની જ્ઞાતિ જ્ઞાતિ માં કોમી જુથવાદ અને વય મનસ્ય વધે છે. જેથી સામાજિક એકતા અને ગુજરાત રાજ્ય ની ગરિમા હણાય છે.
આગામી 28 જૂન , 2019 ના રોજ આ ફિલ્મ રીલીઝ થવાની છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) ના કન્વીનર ડો. યજ્ઞેશ દવે એ વધુમાં જણાવ્યુ કે ગુજરાત રાજ્ય માં હિન્દુ સમાજ માં વર્ગ વિગ્રહ પ્રસ્થાપિત ના થાય અને ગુજરાત રાજ્યના બ્રાહ્મણ સમાજ ની ખોટી રીતે બદનામ કરતી આ ફિલ્મ પર પ્રતિબંધ લાગવો જોઈએ. જેથી કરીને ભવિષ્ય માં હિન્દુ સમાજ માં જ્ઞાતિ જ્ઞાતિ માં વર્ગ વિગ્રહ ઊભો થાય તે પ્રકારની કોઈ પણ પ્રકાર ની ફિલ્મ બને નહીં.