પાણીની લાઈન નાખનાર કોન્ટ્રાક્ટરે માટી રસ્તા પર ઠાલવતા વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે મુશ્કેલી
બોડેલી તાલુકાના નવાટિમ્બરવાથી બગલિયા ગામ સુધીનો ત્રણ કિલોમીટર રસ્તાને અડીને પાણીની લાઈન નાખનાર કોન્ટ્રાક્ટરે ખોદી તેની માટી રસ્તા પર ઠાલવતા વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ તરફનો માર્ગ એક જ માર્ગીય હોવાથી અકસ્માત થવાની પુરેપુરી ભીતિ ચાલકોને સતાવી રહી છે બીજી તરફ પાણીના કોન્ટ્રાક્ટરને રસ્તાને અડીને પાઈપલાઈન નાખવાની પરવાનગી કોને આપી ? એ મોટો સવાલ છે? વાહનચાલક કે રાહદારી હાલ વરસાદમાં અકસ્માતનો ભોગ બનશે તેના માટે જવાબદાર કૌન? પાઈપલાઈન નાખ્યા બાદ પાઈપલાઈનનું સમારકામ કે તૂટી જશે તો પાણી રસ્તાને અડીને આવેલી હોવાથી અહીંનો વાહનવ્યવહાર બંધ થશે તેના માટે જવાબદાર કોણ? તેવું ગ્રામજનોમાં ચર્ચા ઉઠી રહી છે લાગતા વળગતા વિભાગે આ કામનું નિરીક્ષણ કરી ભવિષ્યમાં કોઈને અડચણરૂપ પાઈપલાઈન ન બને તેવા પ્રયાસ કરવાનું ગ્રામજનો અને વાહનચાલકો જણાવી રહ્યા છે