સાંસદોની કમાણી સુધી પહોંચતા આમ આદમીને ૩૪પ.૮ વર્ષ લાગેઃ સંસદ એટલે શ્રીમંતોનો મેળો

સાંસદોની કમાણી સુધી પહોંચતા આમ આદમીને ૩૪પ.૮ વર્ષ લાગેઃ સંસદ એટલે શ્રીમંતોનો મેળો સાંસદો-આમ આદમીની સંપત્તિ વચ્ચે અંતર વધ્યું: નવા સાંસદોમાં મોટા ભાગના ધનવાનઃ કરદાતા કરતા પ્રજાના સેવકો વધુ પૈસાદાર થતા જાય છે

નવી દિલ્હી તા. ર૮ : સાંસદો અને તેમના મતદારો વચ્ચે આવકનું અંતર વધારે વધ્યું છે એક સાંસદની સરેરાશ સંપતિ એક સામાન્ય મતદારની આવકની સરખામણીમાં ૩૪પ.૮ ગણી વધારે છે. આનો અર્થ એવો થાય કે એક સાંસદની સરેરાશ સંપતિ જેટલું કમાવામાં સામાન્ય માણસને ૩૪પ.૮ વર્ષ લાગશે આ સરેરાશમાં જો કે થોડો વધારો થયો છે. ર૦૧૪ માં આ અંતર ર૯૯.૮ ગણું હતું પહેલાના વર્ષોના આવકવેરાના આંકડાઓ ઉપલબ્ધ નથી. આ આંકડાઓ આવકવેરાના આંકડાના આધાર પર કુલ આવક પર આધારિત છે. સકળ ફુલ આવકમાં પગાર, ધંધાકીય આવક અને ભાડાથી થનારી આવક પણ શામેલ છે આ વિશ્લેષણ ર૦૧૬-૧૭ ના આંકડાઓ પર આધારિત છે. સાંસદોની સંપતિના આંકડાઓ હાલમાં થયેલી ચુંટણીમાં તેમણે આપેલા સોગંદનામા પર આધારિત છે. બિનસરકારી સંગઠનો નેશનલ ઇલેકશન વોચ અને અસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સના રિપોર્ટમાં આ આંકડાઓ અપાયા છ.ે ર૦૧૪ થી ર૦૧૯ દરમ્યાન સાંસદોની સંપતિ ૭.૩%ના  વાર્ષિક દરે વધી છે. જયારે કરદાતાઓની આવક ર૦૧૪ થી ર૦૧૭ દરમ્યાન વાર્ષિક ૭.ર ટકાના દરે વધી આ ગાળામાં તેમની સફળ કુલ આવક ૪.૯ લાખ રૂપિયાથી વધીને ૬ લાખ રૂપિયે પહોંચી જયારે સાંસદોની સંપતિ જે સરેરાશ ૧૪.૭ કરોડ રૂપિયા હતી તે ર૦૧૯ માં વધીને ર૦.૯ કરોડ પહોંચી ગઇ હતી. સાંસદોની સંપતિ વધવાની ઝડપ કરદાતાઓના સરેરાશ વેતન કરતા વધારે હતી સરેરાશ પગારની આવક ર૦૧૪માં પ.૭ લાખ રૂપિયા હતો જે ર૦૧૭માં પ.૯ વધીને ૬.૮ લાખ રૂપિયા થઇ હતી. આ દરમ્યાન ધંધાથીઓની આવક ૮ ટકા વધીને ૪ લાખ રૂપિયા થઇ ગઇ હતી સાંસદોની સંપતિ ભલે વધારે હોય પણ તેમની સંપતિ વધવાની ઝડપ ઓછી એટલે કે પ.૧ ટકાના વાર્ષિક દરે વધી હતી.

CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
OLDER POSTગુજરાતની અનોખી પરંપરા: લગ્નમાં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા, વરરાજા પર પ્રતિબંધ

COMMENTS

Wordpress (2)
  • comment-avatar
    suvas vyas 2 weeks

    Very well managed and well spread site. Thanks enjoy 

Disqus (0 )