ફરીથી સુરતમાં અગ્નિકાંડ થતા બચ્યો, શૈક્ષણિક સત્રના પહેલા દિવસે જ સુરતની સ્કૂલમાં આગ
ફરીથી સુરતમાં અગ્નિકાંડ થતા બચ્યો, શૈક્ષણિક સત્રના પહેલા દિવસે જ સુરતની સ્કૂલમાં આગ
આજથી ઉનાળું વેકેશન પુરૂં થઇને નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ ગયું છે. ત્યારે બાળકોનો આજે ભણવાના પહેલા દિવસે જ સુરતમાં ગોપીપુરાની રાયચંદ દીપચંદ સ્કૂલમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.
તમને જણાવી દઇએ કે, સુરતમાં તક્ષશિલા આર્કેડની આગની શાહી હજી સૂકાઇ પણ નથી. ત્યારે આજે ફરીથી સ્કૂલમાં આગ લાગવાની ઘટના બનતા વાલીઓ સ્કૂલમાં પોતાના બાળકોને લેવા માટે આફડા ફાફડા થઇને પહોંચ્યા હતા.આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટનાં કારણે આ આગ લાગી હતી. આ આગ મોટું સ્વરૂપ લે તે પહેલા જ તેને કાબૂમાં લેવામાં આવી હતી. આગ કાબૂમાં આવતા સ્કૂલમાં મોટી દુર્ધટના થતાં થતાં ટળી ગઇ હતી.
આ મામલે મળતી માહિતી પ્રમાણે સુરતનાં ગોપીપુરાની રાયચંદ દીપચંદ સ્કૂલમાં આજે સવારે બાળકો આવે તે પહેલા જ આગ લાગી છે. શાળાની બહાર એક મીટર હતું તેમાં શોર્ટ સર્કિટ થવાને કારણે સ્પાર્ક થયો હતો. જોકે ત્યાં જ ફાયર સેફ્ટીનાં સાધનો હોવાથી આગ કાબૂમાં આવી ગઇ હતી.