ધોરણ-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂશખબર, સરકાર પરીક્ષામાં આ ફેરફાર કરી શકે છે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રાજ્યમાં ધોરણ-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. સરકાર દ્વારા ધોરણ 12 સાયન્સની પરીક્ષા પદ્ધતિમાં સુધારો કરવામાં આવી શકે છે. જે મુજબ 80 ટકા સબ્જેક્ટિવ અને 20 ટકા ઓબ્જેક્ટિવની પદ્ધતિમાં બદલાવ થઇ શકે છે. શિક્ષણ વિભાગ ફરી એક વખત જૂની પદ્ધતિનો અમલ કરી શકે છે. જે મુજબ સરકાર 50 ટકા ઓબ્જેક્ટિવ અને 50 ટકા સબ્જેક્ટીવ પદ્ધતિ અમલી બનાવી શકે છે. આ મામલે મંગળવારે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાલીઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )