Tiktok પર ડાન્સ વીડિયો બનાવવાનું મહિલા કોન્સ્ટેબલને ભારે પડ્યું, થયા ઘરભેગા….જુવો વિડિઓ…..
TikTok પર પોલીસ સ્ટેશનમાં જ વીડિયો બનાવવાનું એક મહિલા કોન્સ્ટેબલને ભારે પડ્યું છે. ટીકટોકનો મહિલા પોલીસ કર્મીનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરી રહેલી આ મહિલા પોલીસકર્મી મહેસાણાની હોવાનું કહેવાય છે. વાયરલ વીડિયોમાં મહિલા પોલીસકર્મી પોલીસ સ્ટેશનમાં ખૂબ સારો ડાન્સ કરે છે.
આ અંગે ઉચ્ચે પોલીસ અધિકારીઓએ મહિલા એલઆરડીને ફરજ મૂક્ત કરાયા હતા. અલ્પિતા ચૌધરી નામની મહિલા પોલીસ લાંઘણજ પોલીસ મથકમાં ફરજ બજાવે છે.
દરમિયાન વીડિયોની જાણ થતા મહેસાણાના DySP મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, આ વીડિયો મહેસાણાનો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. જોકે, વણઝારાએ એમ પણ જણાવ્યું હતું કે, વીડિયો ગમે ત્યાંનો હોય પરંતુ પોલીસને નોકરીમાં શિસ્ત જરૂરી છે. ટીકટોકમાં મહિલા પોલીસકર્મીના બે વીડિયો વાયરલ થયા છે.
ઉલ્લેખનીય છે કે આ વીડિયોમાં પાછલ પોલીસ લોકઅપ દેખાતું હોવાથી તે પોલીસ સ્ટેશનનો હોવાની પુષ્ટી થઈ શકે . ચાઇનીઝ મોબાઇલ એપ્લીકેશન ટીકટોક ભારતમાં ખૂબ જ લોકપ્રિય થઈ છે જે બેન કરી દેતા વિવાદમાં પણ સપડાઈ હતી