સંખેડા ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રધ્વજ નું અપમાન…… પંચાયત દ્વારા રાષ્ટ્રધ્વજ ને ઉધો ફરકાવતા વિવાદ…
સંખેડા ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રધ્વજ નું અપમાન……
પંચાયત દ્વારા ઉધો ફરકાવતા વિવાદ….રાષ્ટ્રધ્વજ ઉધો ફરકાવવાની ભૂલ થઈ હોવાની જાણ થતાં ફરીથી ઉતારીને સીધો કરાયો હતો.ઉધો ફરકાવેલો રાષ્ટ્રધ્વજ નો ઉભેલા લોકોએ વિડિઓ અને ફોટા પાડીને સોસીયલ મીડિયા પર ફરતા કર્યા હતા.રાષ્ટ્રધ્વજ ને ફરકાવીને સલામી પણ આપી દેવાઈ હતી ત્યાર બાદ ભૂલ થઈ હોવાની જાણ થતાં તાત્કાલિક રાષ્ટ્રધ્વજ ને ઉતારીને સીધો કરવા માટે ની કાર્યવાહી કરાઈ હતી.સંખેડા સરપંચ દ્વારા આ ઉંધા ફરકેલા રાષ્ટ્રધ્વજ ને સલામી પણ આપી દેવાઈ હતી સાથે સાથે નગરમાં થી આવેલા ગ્રામજનો દ્વારા પણ સલામી અપાઈ હતી.ઉપસ્થિત ગ્રામજનો દ્વારા આ બાબતે ધ્યાન દોરાતા પંચાયતના સત્તાધીશોને પોતાની ભૂલની જાણ થઈ હતી અને ત્યાર બાદ રાષ્ટ્રધ્વજને સીધો કરાયો હતો.સમગ્ર સંખેડા સહિત તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો હતો.
હવે આ રાષ્ટ્રધ્વજ નું અપમાન કરનારી પંચાયત સામે સંખેડા તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારી શુ પગલાં લે છે તેના પર સૌ કોઈની મીટ મંડાઈ છે.
Nice news sir