સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની દૈનિક સરેરાશ 74 % નો વધારો
Spread the love
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓને આકર્ષવામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પણ આગળ : 30 નવેમ્બર 2019 સુધી કુલ રૂ.30, 90, 723 પ્રવાસીઓએ કેવડીયાની મુલાકાત લીધી રૂ. 85.53 કરોડની આવક થઈ.
લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાનું 31 ઓક્ટોબર 2018 ના રોજ લોકાર્પણ થયા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આસપાસ અનેરા પ્રવાસન આકર્ષણ ઉમેરતા પ્રવાસીઓની સંખ્યામાં પ્રથમ વર્ષ દરમિયાન એટલે કે 1 નવેમ્બર 2018 થી 31 ઓક્ટોબર 2019 માં 74% નો વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન પ્રવાસીઓ ની દૈનિક સરેરાશ વધીને એક 15036 થવા પામી છે.જે શનિ-રવિની રજાઓમાં પ્રતિદિન 22430 નોંધાઈ છે. અમેરિકાના ન્યૂયોર્ક ની સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યા દૈનિક સરેરાશ 10 હજારની છે 30 નવેમ્બર 2019 સુધી કુલ 3090723 પ્રવાસીઓએ કેવડીયાની મુલાકાત લીધી જેને પરિણામે રૂ. 85.53 કરોડની આવક થવા પામી છે.
તાજેતરમાં ચિલ્ડ્રન ન્યુટીશન પાર્ક, કેક્ટસ ગાર્ડન, વિશ્વ વન, બટરફ્લાઇ ગાર્ડન, એકતા મોલ, એકતા ઓડિટોરિયમ, બોટિંગ ફેસીલીટી, ડાયનોસોર પાર્ક (ડાયનો ટ્રેલર), શ્રેષ્ઠ ભારત ભવન, ઝરવાની ઈકો ટુરિઝમ,ખલવાની ઇકો ટુરીઝમ, ગ્લો ગાર્ડન બજેટ ટુરિઝમ, એકોમોડરેશન, ફૂડ કોર્ટ, વાઇ-ફાઇ સુવિધા, અમૂલ પાર્લર, ઇલ્યુમિનેશન, એકતા દ્વારા જેવા નવા આકર્ષણો ઉમેરાશે કરવામાં આવ્યો છે. જેના કારણે પ્રતિદિન પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.
આમ ગુજરાતની સ્ટેચ્યુ ઓફ યુનિટી માં સરેરાશ દૈનિક પ્રવાસીઓની સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી થી પણ આગળ નીકળી ગઈ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
CATEGORIES રોજીદા સમાચાર
TAGS રોજીદા સમાચાર