નર્મદા તટે પોઇચા ખાતે આવેલ હનુમંતશ્વર ખાતે ભારતના સૌથી મોટા ઓલ્ડજ હોમ ની લાઇબ્રેરીમાં લર્નિંગ સેન્ટરનું ઉદઘાટન અમેરિકા નિવાસી એનારાય દ્વારા કરાશે. 

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ભાલોદ ના એનઆરઆઈ બારોટ પરિવારે લાઇબ્રેરીમાં પુસ્તકો માટે દાન આપ્યું : આ દાનમાંથી લાઇબ્રેરીમાં સમલીગીકો માટે વિવિધ વિષયના વિવિધ ભાષામાં પુસ્તકો મુકાશે : પોતાના પુત્ર નું મગર હમલામાં મોત થયા બાદ પુત્રની યાદમાં અમેરિકા રહેતા પિતા સુરેન્દ્ર બારોટી યુવરાજે બનાવેલ ઓલ્ડજ હોમ ની લાઇબ્રેરી માટે દાન આપ્યું : અમેરિકાથી ભારત આવી રહ્યા છે, ત્યારે પુત્રની યાદમાં પોઇચા હનુમંતશ્વર ખાતે 27મીએ સેન્ટરનું ઉદઘાટન કરશે.

નર્મદા તટે પોઇચા ખાતે આવેલ હનુમંતશ્વર ખાતે યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા તૈયાર કરેલા ભારતના સૌથી મોટા ઓલ્ડેજ઼ હોમ લાઇબ્રેરીમાં લર્નિંગ સેન્ટરનું ઉદઘાટન 27મી નવેમ્બરે અમેરિકા એનઆરઆઈ દ્વારા કરાશે. યુવરાજ હાલ ત્યાં વિશ્વ ના સમલીગીકો એચઆઈવી પીડિતો માટે નું મોટું ગેસ્ટ હાઉસ બનાવી રહ્યા છે. જેમાં વિદેશીઓ માટે એક લાઇબ્રેરી બનાવી રહ્યા છે, તે માટે આ લાયબ્રેરીમાં સેન્ટરનું ઉદઘાટન અમેરિકા નિવાસી એનઆરઆઈ ભારતના સુરેન્દ્રભાઈ દ્વારા 27મી નવેમ્બર નવેમ્બરે કરવામાં આવનાર છે.

આ અંગે યુવરાજ માનવેન્દ્રસિંહ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે ભાલોદ એકમાત્ર એવું ગામ છે જે 100 % સંપૂર્ણ સાક્ષર ગામ ગણાય છે. એનઆરઆઈ સુરેન્દ્રભાઈ બારોટના પુત્ર હિતેશ બારોટ નુ મોત થયું હતું. તેમના પિતા સુરેન્દ્રભાઈ યુવરાજના સંપર્કમાં આવતા તેમને યુવરાજની સમલીગીકો માટે ની સરાહનીય પ્રવૃત્તિ જોઈને સામલીગીકો માટે તૈયાર થનાર લાઇબ્રેરી માટે પુસ્તકો માટે દાન આપ્યું છે. અને હવે 27મીએ સુરેન્દ્રભાઈ બારોટ અમેરિકાથી ભારત આવીને પોઇચા ખાતે હનુમંતશ્વર ખાતે ઓલ્ડ હોમ માં શરૂ થનારા સેન્ટરનું ઉદઘાટન કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રભાઈ બારોટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં જીતાડવા તનતોડ મહેનત કરી હતી, તેથી તેમના પુત્ર સ્વ. હિતેશ બારોટના મગર હમલા પ્રકરણમાં મૃત્યુ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચના કલેક્ટરને જાણ કરી મદદ કરી સહાનુભૂતિ દાખવી હતી. તેઓ પીએમને પણ મળ્યા હતા તેમને ઓબામા માટે કામ કર્યું હતું, એવા લોકપ્રિય સુરેન્દ્ર બારોટ અમેરિકાથી ભારત આવી પોતાના પુત્ર ની યાદ માં દાન આપ્યું છે હવે લર્નિગ સેન્ટર નું ઉદઘાટન કરશે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )