અંબાજી મંદિર માં આજે કડીના માઈ ભક્ત દ્વારા ચાંદી નો થાળ ભેટ ધરવામાં આવ્યો
રિતિક સરગરા…………મનમંચ ન્યૂઝ,અંબાજી
ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ની ગણના દેશના મોટા મોટા શક્તિપીઠમાં થાય છે ત્યારે 51 શક્તિપીઠ માં ખૂબ મોટું મહત્વ ધરાવતુ અંબાજી ધામ ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે આ ધામ અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું આદ્ય શક્તિ પીઠ છે અંબાજી મંદિર ઉપર ૩૫૮ સુવર્ણ કળશ લાગેલા છે અને આ મંદિરનો શિખર સુધી નો ભાગ સોનાથી મઢવામાં આવેલ છે એટલે આ મંદિર ગોલ્ડન ટેમ્પલ અંબાજી તરીકે પણ જાણીતું છે
અંબાજી મંદિરમાં વર્ષે દહાડે લાખો-કરોડો લોકો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ મંદિરમાં ભક્તો દાન પણ કરતા હોય આ મંદિરનો વિકાસ પાછલા થોડા સમયમાં ખૂબ જ પ્રમાણમાં વધેલ છે આજે અંબાજી મંદિરમાં કડી થી આવેલા એક માય ભક્ત દ્વારા અંદાજે એક લાખ રૂપિયા કિંમતની માતાજીને ચાંદી ની થાળી ભેટ સ્વરૂદપે આપેલ હતી અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા ચાંદી ની થાળી મંદિરના સ્ટ્રોંગ રૂમમાં જમા કરેલ છે ,કડીના મેપ ઓઇલ મીલ વાળા ભક્ત તરફથી બે કિલો 200 ગ્રામ વજનની ચાંદની થાળી આજરોજ અંબાજી મંદિરમાં આવેલ હતી