નર્મદા જિલ્લાના જીતનગર જેલના એક પાકા કેદી આજે ગાંધી જયંતીના દિને સજા માફ કરીને જેલમાંથી મુક્ત કરતા સુપ્રીડેન્ટન્ટ
આજે ગાંધી જયંતી દિને ગુજરાતના 158 કેદીઓને સજા માફ કરીને જેલમાંથી મુક્ત કર્યા નર્મદાનો એક પાકો કેદી પણ છૂટ્યો..
સુરત જિલ્લાના પાંચ આંબા ગામનો ભરણપોષણના કેસમાં 205 દિવસની સજા પામેલ કેદી ને 139 દિવસની સજા ભોગવ્યા બાદ જેલમાંથી છોડી મૂક્યો.
રાજપીપળા, તા. 2
આજે 2 જી ઓક્ટોબર ગાંધીજી ની 150 મી જન્મ જયંતી ને ગુજરાત સરકાર એક મહત્વનો માનવ વાદી નિર્ણય લીધો હતો જેમાં ગુજરાતની વિવિધ જેલોમાં સજા ભોગવતા કુલ 158 પાકા કેદીઓને જેલની સજા માફ કરીને આજરોજ તેમને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં નર્મદા જિલ્લાની જીતનગરની જેલમાંથી એક પાકા કેદીને પણ આજે મુક્ત કરવામાં આવ્યો હતો. આ અંગે જીતનગર જેલના સુપ્રિટેન્ડન્ટ એ જણાવ્યું હતું કે આ જેલમાં 205 દિવસની ભરણપોષણના કેસમાં સજા ભોગવતા પાકા કેદી જશવંત શંકર વસાવા (રહે પાંચ આંબા ઉમરપાડા જી.સુરત )139 દિવસની સજા ભોગવી હતી તેથી તેમને 66 દિવસની સજા માફ કરી આજે ગાંધીજીને હાર પહેરાવી પાકા કેદીને સુતરની આંટી પહેરાવી ગાંધીજીનું પુસ્તક ભેટ આપીશ જેલમાંથી મુક્ત કરવામાં આવી આવી હતી.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા