રાજપીપલા ખાતે જીલ્લા પંચાયત કચેરીમાં આવેલ પંચાયત સિંચાઈ વિભાગની સિંચાઇ શાખા ની કચેરીના ખસ્તા હાલ
ફ્લોરિંગ માં મસમોટા ગાબડા!
છેલ્લા ત્રણ મહિનાથી કચેરીમાં તૂટેલી-ફૂટેલી ટાઇલ્સ અને ગાયબ થઈ ગયેલી ટાઇલ્સ વિનાની ઊઘડેલી ટાઇલ્સ વાળા કચેરીમાં કામ કરતા કર્મચારીઓ,
ખુદ કાર્યપાલ ઈજનેર ની કેબીનમાં પણ તૂટેલી ટાઇલ્સ દિવાલ ઉખડેલા કલર.
કરોડોની ફાળવની છતાં કચેરીઓમાં ખસ્તા હાલ
એસી ચેમ્બરમાં બેસી રહેલા જિલ્લા વિકાસ અધિકારીની કચેરીઓમાં ની સમસ્યા અને કચેરીઓમાં ખસ્તા હાલ જોવાનું કે સમાચાર કરવાનો સમય નથી? કર્મચારીઓમાં નારાજગી.
કચેરીમાં તૂટેલી ટાઇલ્સ નો ઢગલા હટાવવાનો પણ તંત્રને ફુરસદ નથી.
નર્મદા ના વડામથક રાજપીપળા ખાતે આવેલ જિલ્લા પંચાયત કચેરીમાં આવેલ પંચાયત સિંચાઈ વિભાગની સિંચાઇ શાખા ની કચેરી નું ફ્લોરિંગ માં ઠેરઠેર મસમોટા ગાબડા પડયા છે, કચેરીમાં પ્રવેશતા જ ફ્લોરિંગ ની ઉપડેલી ટાઇલ્સ નજરે પડે છે છેલ્લા ત્રણ મહિનાથી આ કચેરીમાં તૂટેલી-ફૂટેલી ટાઇલ્સ અને ગાયબ થઈ ગયેલી ટાઇલ્સ વિનાની ઉપડેલી ટાઇલ્સ વાળી કચેરી માં કામ કરતા કર્મચારીઓ નજરે પડે છે, કોઈ કચેરીમાં પ્રવેશ એતો કચેરીના ખસ્તા હાલ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય. આ કચેરીનો ફ્લોરિંગ ની ટાઇલ્સ આખા રૂમમાં તૂટેલી અને તેના તૂટેલા અને ઉપડેલા ટુકડાઓ પણ પડેલા નજરે પડે છે. આવી જ તૂટેલી અને ઉખરેલી ટાઇલ્સ ના ઢગલા ઉપર ખુરશી મુકીને કામ કરતા કર્મચારી પણ કચેરીની દુર્દશા જોઇને શરમ અનુભવે છે એટલું જ નહીં આ ની બાજુમાં જ આવેલી ખુદ કાર્યપાલ ઈજનેર ની કેબીનમાં પણ ફ્રીમાં તૂટેલી ટાઈસો, દિવાલ પર ઉખડેલા કલર નજરે પડે છે. સરકાર દ્વારા કરોડની ફાળવતી ગ્રાન્ડ છતાં કચેરીઓમાં ખસ્તા હાલ જોઈને કર્મચારીઓ તથા અંકુશમાં નારાજગી અને આશ્ચર્ય જોવા મળ્યું છે. એસી ચેમ્બરમાં બેસી રહેલા જિલ્લા વિકાસ અધિકારીને કચેરીઓની સમસ્યા અને કચેરીઓમાં ખસ્તા હાલ જોવાનું કેસર કરવાનો સમય કેમ નથી મળતો એવો પ્રશ્ન લોકોમાં પણ ચર્ચાઇ રહ્યો છે. માત્ર મિટીંગોમાં વ્યસ્ત ટીડીઓને પોતાના જ વિભાગની કચેરીઓ નું રક્ષણ કરવાનો સમય નથી. આ અંગે કર્મચારીઓમાં નારાજગી પણ જોવા મળી છે. છેલ્લા ત્રણ માસથી આ કચેરીઓમાં તૂટેલી ટાઇલ્સના ઢગલા હટાવવાની પણ તંત્રને ફુરસદ નથી ત્યારે જિલ્લા વિકાસ અધિકારી આ કચેરીની મુલાકાત લે અને કચેરીના ખસતા હાલ સત્વરે રીપેર કરાવે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા