રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતી નિમિત્તે રાજપીપલામાં નિકલેલી સ્વચ્છતા રેલી
જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલે લીલી ઝંડી ફરકાવી રેલી નું કરાવ્યૂ પ્રસ્થાન :
કલેક્ટર આઇ.કે.પટેલ સહિત મહાનુભાવોના દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલી અર્પ્યા બાદ
ઉપસ્થિત જનમેદનીએ સ્વચ્છતાના લીધેલા સામૂહિક શપથ
રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતી ઉજવણીના ભાગરૂપે આજે સવારે યોજાયેલી સ્વચ્છતા રેલીને જિલ્લા કલેક્ટરશ આઇ.કે.પટેલે ગાંધી સર્કલ પાસેથી પૂ. ગાંધીબાપુની પ્રતિમાને સુતરાંજલી અર્પ્યા બાદ ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. પૂ. બાપુના આદર્શોને મૂર્તિમંત કરતા વિચારો સાથેના પોસ્ટર્સ, બેનર્સ સ્લોગન સહિત સૂત્રોચ્ચાર કરતી રેલીની સાથોસાથ રાજપીપલા નગરપાલિકા દ્વારા રેલીના રૂટમાં જુદા જુદા કેન્દ્રો પાસેથી પ્લાસ્ટીક સહિત સોલીડ વેસ્ટ-કચરો પણ એકત્રિત કરાયો છે. આ પ્રભાત ફેરી નાંદોદ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચતા તે સભાના રૂપમાં ફેરવાઇ હતી. આ પ્રભાત ફેરીમાં મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, રાજપીપલા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જીગીશાબેન ભટ્ટ, ગુજરાત પ્રવાસન નિગમના ડિરેક્ટર ગજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય કિરણભાઇ વસાવા, જિલ્લાના અગ્રણી રમણભાઇ રાઠોડ,નર્મદા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, નિવાસી અધિક કલેક્ટરએચ.કે.વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડિંડોર, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અમિત પંડ્યા, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. નિપાબેન પટેલ, સહિત જિલ્લાના અન્ય પદાધિકારઓ / અધિકારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ વગેરેની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલી આ રેલીમાં જિલ્લા કલેક્ટ આઇ.કે.પટેલે સ્વચ્છતા અને સિંગલ યુઝ પ્લાસ્ટીકના પ્રતિબંધ અંગેના સામુહિક શપથ લેવડાવ્યા હતા. તેમજ ઝંડી ફરકાવીને રેલીનું પ્રસ્થાન કરાવીને રેલીમાં પણ જોડાયાં હતાં.
આ રેલી સ્વચ્છતાની જાગુત્તિ અંગે પોસ્ટર્સ, બેનર્સ, પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે ગાંધી ચોક-ગાંધીજીની પ્રતિમા પાસેથી પ્રારંભ થઇ સંતોષ ચોકડી થઇ, રાજેન્દ્રનગર સોસાયટી, કોલેજ રોડ, રાજેન્દ્ર હાઇસ્કુલ, નગરપાલિકા, રાજપૂત ફળીયુ, સૂર્ય દરવાજા, લાલ ટાવર થઇ નાંદોદ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચેલી સ્વચ્છતા રેલી સભાના રૂપમાં ફેરવાઇ હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલે જણાવ્યું હતુ કે, પૂજ્ય ગાંધીબાપુ સ્વચ્છતાના આગ્રહી હતાં. સમગ્ર દેશ અને ગુજરાત સ્વચ્છ-સ્વસ્થ રહે તેવું સ્વચ્છતાનું અભિયાન વડાપ્રધાનશ્રીએ ઉપાડ્યું છે, ત્યારે તે તરફ આપણે સૌ પ્રયત્નશીલ બનીને આગળ વધીએ અને પૂજ્ય ગાંધીબાપુના મૂલ્યો અને આદર્શોને આપણાં જીવનમાં ઉતારી પૂજ્ય બાપુના સ્વપ્નને સાકાર કરવા સૌ કોઇને સંકલ્પબધ્ધ થવા તેમણે આહવાન કર્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, સિંગલ યુઝ પ્લાસ્ટીક પર્યાવરણને તો નુકસાન કરે જ છે પરંતુ આપણા સ્વાસ્થયને પણ નુકસાન સીધી કે આડકતરી રીતે કરે છે ત્યારે આવનારી પેઢીને બચાવવી હશે તો સિંગલ યુઝ પ્લાસ્ટીકની ચળવળમાં આપણે સૌએ સાથે મળીને આ અભિયાનને સફળ બનાવવામાં સહભાગી બનીએ તેમજ આ મારું કામ છે તેવું સમજીને સૌને તેમણે આ અભિયાનમાં જોડાવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીનું જીવન આપણા સૌ માટે પ્રેરણાનદાયી છે પૂ. બાપુનું જીવન સાથે ભારતીય સંસ્કૃતિ પણ જોડાયેલી છે ત્યારે તેમના જીવનમાં દરેક જગ્યાએે સ્વચ્છતાના દર્શન થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્વચ્છતા હી સેવા- કેમ્પેઇનમાં સ્વચ્છતાલક્ષી જે કાર્યક્રમ થાય છે તેમાં આપણા શ્રમદાન થકી ઉતપન્ન થતા કચરાંને અટકાવવા તથા સ્વચ્છતાના જનઆંદોલનમાં જોડાવવા પર તેમણે સિંગલ યુઝ પ્લાસ્ટીકના નિંયત્રણ લાવવા પર ખાસ ભાર મૂક્યો હતો
આ પ્રસંગે મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવીએ તેમના પ્રાસગિંક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતી ઉજવણી થઇ રહી છે અને પ્રધાનમંત્રીએ પણ સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂક્યો છે, ત્યારે આપણા સૌની જવાબદારી વધી જાય છે ત્યારે સ્વચ્છતા બાબતે આપણા સૌની જવાબદારી વધી જાય છે. તેમણે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સ્વચ્છતા એજ પ્રભુતા છે. ત્યારે આપણે સ્વથી સ્વચ્છતાની શરૂઆત આપણા ઘરથી કરીએ તો કોઇપણ જગ્યાએ ગંદકી નહી રહે અને સ્વચ્છતાથી કેન્સર જેવા રોગોને પણ મ્હાત આપવાની તેમણે હિમાયત કરી આ અભિયાનને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો. .
આ પ્રસંગે વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ / કર્મચારીઓ, શાળાના શિક્ષક ભાઇ-બહેનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા