આચંકાજનક EVM : એવું મતદાન ક્ષેત્ર જ્યાં કોઈપણ બટન દબાવો, મત ભાજપને જ જાય…!

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

મતદાન કેન્દ્ર પર ઇ.વી.એમ.નું કોઇપણ બટન દબાવવામાં આવે તો કમળ પર મત જાય છે. આ અંગે ગામવાસીઓએ ફરિયાદ કર્યા બાદ ઇ.વી.એમ બદલવામાં આવ્યું…

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇ.વી.એમ.) પર કોઇ પણ બટન દબાવો તો તમારો મત કમળ ઉપર જ પડશે એવી આંચકાજનક માહિતી પ્રકાશમાં આવી છે. સતારા જિલ્લાના નવેલવાડી ગામમાં મતદાન કેન્દ્ર પર ઇ.વી.એમ.નું કોઇપણ બટન દબાવવામાં આવે તો કમળ પર મત જાય છે. આ અંગે ગામવાસીઓએ ફરિયાદ કર્યા બાદ ઇ.વી.એમ બદલવામાં આવ્યું હતું. જો કે મતદાન કેન્દ્ર પરના અધિકારીએ આ મામલે માન્ય રાખ્યું હતું. મહારાષ્ટ્રની 14મી વિધાનસભાની ચૂંટણીની મતદાન સહિત સાતારામાં લોકસભાની પેટા ચૂંટણીની પ્રક્રિયા સોમવારે પાર પડી હતી. દરમિયાન સાતારાના કોરેગાંવ મતદાર ક્ષેત્રમાં મહત્વની ટક્કર હતી.

મળતી માહિતી મુજબ, આ મતદાર ક્ષેત્રમાં નવલેવાડી કેન્દ્રમાં ઉપરોક્ત બનાવ બન્યો હતો. મતદારે એન.સી.પી.ના ઉમેદવારને મતદાન કર્યું હતું પણ વી.વી. પેટમાં કમળનું ચિહ્ન જોયું એટલે કે મત ભાજપના ઉમેદવારને જતો હોવાનું અમુક ગામવાસીઓના ધ્યાનમાં આવ્યું હતું. આ સવારે 11 વાગે ધ્યાનમાં આવ્યું હતું તે દરમિયાન 291 થી વધુ મતદાન કરી ચૂક્યા હતાં. મતદાન કેન્દ્ર પરના અધિકારીને આ બાબતે ફરિયાદ કરી હતી. તેમજ નારાજગી વ્યક્ત કરીને હોબાળો મચાવ્યો હતો.

આ મામલે આક્રમક થયેલા ગામવાસીઓને શાંત પાડવા પોલીસને મધ્યસ્થી કરવી પડી હતી. દરમિયાન અહીં થોડોક સમય તંગદીલી વ્યાપી હતી. આખરે મતદાન કેન્દ્ર પરના અધિકારીએ આ બાબતે દખલ લેવી પડી હતી. અને ઇ.વી.એમ મશીનની ચકાસણી કરી તો મશીનમાં ખરાબ હોવાનું તેમને માન્ય કર્યું હતું. ત્યારબાદ મતદાન કેન્દ્ર પરની તંગદીલી દૂર થઇ હતી.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )