સામી દિવાળીએ રાજપીપળામાં છેલ્લા ૧૪ દિવસથી સર્વર ખોટકાઈ જતું હોવાથી નર્મદાની સરકારી કચેરીઓના કામકાજ ઠપ થતા લોકોમાં નારાજગી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રાજપીપળામાં છેલ્લા ૧૪ દિવસથી સેર્વર બંધ હોવાથી નર્મદાની સરકારી કચેરીઓના કામકાજ ઠપ થઈ ગયા છે જેના કારણે લોકોમાં કામો અટકી જતા લોકોમાં કચવાટ ને લાગણી જોવા મળી છે કચેરીઓના કામો ઓનલાઇન થી થતા હોવાથી સર્વર ડાઉન થતું હોય કે ચાલુ બંધ થતું હોવાથી તમામ સરકારી કામો અટવાઇ જતાં કામો માટે લાભાર્થીઓને ધક્કા ખાવાનો વારો આવ્યો છે જેમાં સૌથી વધુ તકલીફ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ ના ઓનલાઈન ફોટા પાડતા નથી જેમાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે રેશન કાર્ડ પર અનાજ લેવા જતા ગ્રાહકો પણ સર્વરની તકલીફના કારણે જથ્થો મોડો મળતા ગરીબ પરિવારો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે સર્વરની તકલીફના કારણે ઓનલાઈન ફોટા ન પડતા આવાસમાં હપ્તાની રકમ પણ અટકી જતા લોકોમાં કચવાટની લાગણી જોવા મળી છે આ અંગે ઘટતું કરવાની લોકો માંગ કરી રહ્યા છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )