દિવ્યાંગ ખેલ મહાકુંભમાં બહેરા- મુંગા અને પ્રજ્ઞાચક્ષુ ની રમત નુ આયોજન.
ડૉ. દિપક શેઠ દ્વારા….
શારીરિક ક્ષતિ અને માનસિક ક્ષતિગ્રસ્ત પછી આજે બહેરા મુંગા અને પ્રજ્ઞાચક્ષુ ઓની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે ભગવાન કોઈ વ્યક્તિને એક ક્ષતિ આપે છે ત્યારે એને બાકીની ઇન્દ્રણીઓ વધુ પાવર ફુલ બનાવે છે. આવીજ રીતે આ પ્રજ્ઞાચક્ષુ અને બહેરા-મૂંગા માં મનોબળ અને તેમનામાં રહેલી અજ્ઞાત શક્તિઓના કારણે ખુબજ પાવર ફુલ થઈ જાય છે અને પોતાના લક્ષને પ્રાપ્ત કરવામાં સફળ થાય છે.
આજની રમતમાં ૧૦૦ મીટર દોડ, ગોળાફેક, બરછીફેક, લાંબીકૂદ, ચક્રફેક જેવી રમતો માં પોતાની શકિત ઓનું પ્રદર્શન કયું હતુ.
૧૦૦ મીટર દોડ માં દોડવા માટે તેમને કઈ દિશામાં દોડવાનું છે તે માટે મદદ કરી શકે એવા એસ્કોર્ટ ની જરૂર રહે છે અને આ કામગીરી એસ વી આઈ ટી અને કે જે આઈ ટી , એન.એસ.એસ ના સ્વયં સેવકોએ ખૂબ ખૂબ જ ઉત્સાહ અને લગનથી કરી હતી
વડોદરા જીલ્લા ની તમામ સંસ્થાઓના પ્રજ્ઞાચક્ષુ અને બહેરા- મુંગા ભાઈ બહેનો કુલ મળીને ૩૦૦ થી પણ વધુ ખેલાડીઓ એ ભાગ લીધો હતો.
સમગ્ર સ્પર્ધાનું સંચાલન વિકાસ અગ્રવાલ દ્વારા વિવિધ સંસ્થાના રમત-ગમતના શિક્ષકો અને સ્વયં સેવકોએ ના સહયોગથી કરવામાં આવ્યું હતું.