રાષ્ટ્રીયકક્ષાનો ધરતી આબા બિરસામુંડાની 144મી જન્મ જયંતી કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વાલિયાના ચંદેરીયા ખાતે ભીલીસ્થાન વ્હાઈટ હાઉસ ખાતે કાર્યક્રમની રૂપરેખા અંગે આગેવાનોની બેઠક યોજાઇ.

દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ જનમેદની અંગે માર્ગદર્શન જરૂરી સૂચન કર્યું.
અંદાજિત એક લાખ ઉપરાંતની જનમેદની એકઠી થશે.
રાષ્ટ્રીય નેતા જેમાં શરદ યાદવ, છોટુભાઈ વસાવા અને અન્ય રાજ્યો માંથી મુખ્ય આમંત્રિત અતિથિઓ અને આદિવાસી સમાજ ઉત્સવની ઉજવણીમાં ભાગ લેશે.

વાલીયા તાલુકાના ચંદેરીયા ખાતે બી.ટી.એસ દ્વારા ધરતી આંબા બિરસામુંડા ની 144મી જન્મ જયંતી અને ભિલીસ્થાન ટાઈગર સેનાના 5 માં વર્ષના સ્થાપના દિવસ, સંસ્કૃતિ અને આદિવાસી રીતરિવાજ પ્રમાણે ઓજારોની પૂજાવિધિ અને બિરસામુંડા ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ એસોસિએશન નું લોકાર્પણ કાર્યક્રમ તા.15 /11 /2019 ના રોજ યોજાશે જેમાં ભારતભરના આદિવાસી સમાજના લાખો લોકો ઉમટી પડવાના હોય તેની પૂર્વ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

બેઠકમાં આવેલ કાર્યકરોની કામગીરી માટે માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ દેડીયાપાડા ના ધારાસભ્ય મહેશ વસાવા આપી હતી. વાલીયા તાલુકાના ચંદેરીયા ખાતે આવેલ ભીલીસ્તાન વ્હીઈટ હાઉસ ખાતે આગામી 15મી મેના રોજ બિરસામુંડા ની 144મી જન્મ જયંતી અને ભિલીસ્થાન ટાઈગર સેનાના 5 માં વર્ષના સ્થાપના દિન નિમિત્તે ઉજવણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. અંદાજિત એક લાખ ઉપરાંતની જનમેદની એકઠી થવાની હોવાથી ધારાસભ્ય મહેશ વસાવાના અધ્યક્ષતા હેઠળ વ્હાઇટ હાઉસ ખાતે ગુજરાત તેમજ અન્ય રાજ્યોના આગેવાનોની બેઠક યોજાઇ હતી. જેમાં ઊપસ્થિત આગેવાનો અને બી.ટી.એસના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આદિવાસી સમાજના ધરતી આંબા બિરસામુંડાની 144મી જન્મ જયંતી આખો દેશ ઉજવી રહ્યો છે.
તેમાં અમે પણ આ રાષ્ટ્રીય કક્ષાનો ઉત્સવ એમની વિચારધારાના આ આદિવાસીની પરંપરાગત સાંસ્કૃતિક, સામાજિક અને તેમના જન્મ ઉત્સવના દિવસે અમારા ઓજારો જે ખેતીકામમાં પોતાની રોજી માટે અને રક્ષણ માટે ઉપયોગમાં વર્ષોથી લેવાયા છે, તેની અમે પૂજા વિધિ રાખેલ છે,આ દિવસે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં બી.ટી.એસનો સ્થાપના દિવસ અને બિરસામુંડા ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ એસોસિએશન નું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં શરદ યાદવ, છોટુભાઈ વસાવા અને અન્ય રાજ્યોમાંથી મુખ્ય આમંત્રિત અતિથિઓ અને આદિવાસી સમાજ ઉત્સવની ઉજવણીમાં ભાગ લેનાર છે. બિરસા મુંડાની આદર્શ બનાવી યુવાનોમાં ખેલકૂદ પરંપરાગત હોય તેવા યુવાનો પ્રતિભા કહોને દેશ-દુનિયામાં ખેલકૂદ માં જવાનો મોકો મળે અને સમાજનું નામ ઉંચુ આવે તે મુખ્ય હેતુ સ્પોર્ટ્સ એસોસિએશન સ્થાપવામાં આવ્યો છે.
રિપોર્ટ : જ્યોતિજગતાપ, રાજપીપળા
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )