સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે નવી સગવડ.  પ્રવાસીઓ રોકડ રકમ ના રાખી મુક્ત રીતે ફરી શકે અને જયારે પણ ટિકિટ ખરીદે ત્યારે એક ડીઝીટલ પ્રીપેડ સ્માર્ટ બેલ્ટ આપવામાં આવશે.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

જેમાં પ્રવાસીઓ 1000, 2000, 5000 રૂપિયાનું બેલેન્સ કરાવશે,

સ્થળ પર ટિકિટ હોય કે ખાણી પીણીના સ્ટોલ પર આ બેલ્ટ દ્વારા પેમેન્ટ લેવાશે તેના બેલેન્સ માંથી કટ થઇ જશે,
સ્માર્ટ બેલ્ટમાં રકમ વધશે તો તે રકમ પ્રવાસીને પાછી આપવામાં આવશે.આમા રોકડ રકમ ગુમ થવાનો ડર નહી રહે..

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે નર્મદા નિગમ દ્વારા નવી સારી સગવડ ઊભી કરવામાં આવી છે, જેમાં પ્રવાસીઓ રોકડ રકમ ના રાખી મુક્ત રીતે ફરી શકે અને જયારે પણ ટિકિટ ખરીદે ત્યારે એક ડીઝીટલ પ્રીપેડ સ્માર્ટ બેલ્ટ આપવામાં આવશે. જેમાં પ્રવાસીઓ 1000, 2000, 5000 રૂપિયાનું બેલેન્સ કરાવશે જેની જેટલી જરૂરિયાત હશે જે તે સ્થળ પર ટિકિટ હોય કે ખાણી પીણીના સ્ટોલ પર આ બેલ્ટ દ્વારા પેમેન્ટ લેવાશે તેના બેલેન્સ માંથી કટ થઇ જશે અને જો બધું ફરતા એ સ્માર્ટ બેલ્ટમાં રકમ વધશે તો તે રકમ પ્રવાસીને પાછી આપવામાં આવશે.આમા રોકડ રકમ ગુમ થવાનો ડર નહી રહે. પ્રવાસીઓએ આ સુવિધા ને આવકારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર પટેલની પ્રતિમાનું 31 ઓક્ટોબર 2018 નાં રોજ રાષ્ટ્રાપર્ણ થયા બાદ પ્રથમ વર્ષમાં જ પ્રવાસીઓનો સતત ધસારો જોવા મળ્યો છે. 1 નવેમ્બર 2018થી 31 ઓક્ટોબર 2019 ની સિદ્ધિને સુધી એક વર્ષના સમયગાળામાં કુલ 29,32,220 પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.આ પ્રવાસીઓની ટિકિટથી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને કુલ 75 કરોડ જેટલી માતબાર રકમની આવક પ્રાપ્ત થઇ છે.
એક સર્વે મુજબ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જે વર્ષો જૂની અને દુનિયાની અજાયબીમાં ગણાય છે. જ્યાં રોજના 10 હજાર પ્રવાસીઓ એવરેજ નોંધાય છે. ત્યારે પ્રવાસીઓની વધતી સંખ્યા જોતાઅને ચોરી ના વધતા જતા બનાવો સામે પ્રવાસીઓ ની રકમ ની સુવિધા માટે નવી સગવડ શરૂ કરવામાં આવી છે
આ બાબતે નર્મદા નિગમના એમ.ડી.રાજીવ ગુપ્તાએ ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે કેવડીયાએ પ્રવાસીઓ માટે એક અનેરું આકર્ષણ સ્થળ બન્યું છે. એક પ્રવાસી 10 લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી આપે છે. જો રોજના 10 હજાર લોકો આવે તો રોજના એક લાખ લોકોને રોજગારી મળી રહે છે. તેવી રીતે વિકાસ કરવામાં આવી રહ્યો છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )