સંખેડામાં લાખ્ખો રૂપિયાના ખર્ચે નવો એસ.ટી ડેપો બની રહ્યો પણ પણ એસ.ટી બસો જ ગાયબ : ઘણા બધા એસ.ટી બસો ના રુટો બંધ.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

મનમંચ ન્યૂઝ….સંખેડા

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા મથકનું ગામ હોવા છતાં પણ સવલતો થી વંચિત : લાખ્ખો રૂપિયાના ખર્ચે નવો એસ.ટી ડેપો બની રહ્યો પણ પણ એસ.ટી બસો જ ગાયબ છે.ઘણી બધી એસ.ટી બસો ના રુટો બંધ.

છોટાઉદેપુર જિલ્લાનો છેલ્લો તાલુકો અને વડોદરા જિલ્લાને જોડતો સંખેડા તાલુકા નું મુખ્ય તાલુકા મથક અનેક સમસ્યાઓ તેમજ સુવિધાઓથી વંચિત ગામ છે.દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ થયેલું સંખેડાનું સોનેરી ફર્નિચર માટેનું સૌથી મોટું કામ અહીંયા થાય છે પરંતુ આ ફર્નિચર ને અન્ય જગ્યાએ પહોંચાડવા માટે ની કોઈ જ સુવિધાઓ નથી.પહેલા રેલવે ની સુવિધાઓ હતી પણ તે પણ પાછલા કેટલાય વર્ષો થી બંધ છે.હાલમાં લાખ્ખો રૂપિયાના ખર્ચે નવું એસ.ટી.સ્ટેન્ડ બનાવવામાં આવી રહ્યું છે.પરંતુ એસટી બસોની સુવિધા નહિવત પ્રમાણ માં છે સંખેડા એ મુખ્ય ધોરી માર્ગથી 6 કિલોમીટર દૂર આવેલું ગામ છે અહીંયા નવા એસ.ટી.સ્ટેન્ડ ની જરૂર નથી પણ એસ.ટી સ્ટેન્ડ માં આવવા જવા માટે એસ.ટી બસો ની જરૂર છે.અહીંયા દિવસે દિવસે એસ.ટી બસોના રુટો ઓછા થતા જાય છે તેવા માં લાખ્ખો રૂપિયાના ખર્ચે નવા બસ સ્ટેન્ડ ની શી જરૂર છે એના કરતાં આ રૂપિયાથી નવી બસો શરૂ કરીને પ્રજાને સુવિધાઓ માં વધારો કરાય તેવી માંગ આ તાલુકાની પ્રજા કરી રહી છે.સંખેડા ગામમાં બસ ઓછી થતી જાય છે અને ખાનગી વાહનો વધતા જાય છે.
તાલુકાના મોટા ભાગના ગામ માં એસ ટી બસ ના દર્શન દુર્લભ થયા છે પ્રજા ખાનગી વાહનોના ભરોસે છે તેવામાં એસ.ટી બસો ની સંખ્યામાં વધતો થાય તેવું આયોજન કરવામાં આવે તે સૌના હીત માં છે.હાલમાં તો આ બસ સ્ટેન્ડ ખાનગી વાહનોનો પાર્કિંગ નો અડ્ડો બની ગયું છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )