સંખેડા તાલુકાના ગોલા ગામડી ખાતે મુખ્ય ધોરી માર્ગના સર્કલ પર મુકાતા હોડીગ્સો પર મીઠી નજર રાખતું માર્ગ અને મકાન વિભાગ
માર્ગ અને મકાન વિભાગનો વધુ એક વિવાદ : છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલા ગામડી ખાતે મુખ્ય ધોરી માર્ગના સર્કલ પર મુકાતા હોડીગ્સો પર મીઠી નજર રાખતું માર્ગ અને મકાન વિભાગ.
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ છોટાઉદેપુર જિલ્લામાં વિવાદોમાં જ રહેવાનું પસંદ જ હોય તેવું જણાઈ રહ્યું છે.દિવાળી પહેલા માર્ગ અને મકાન વિભાગ ના અધિકારી એ ગળે ફાસો ખાઈને આત્મહત્યા કરી હતી અને તે કેસ માં તેઓના જ ખાતાના અધિકારીઓ ના માનસિક ત્રાસ ના કારણે આત્મહત્યા કરી હોવાની સુસાઇડ નોટ ના આધારે પોલીસ વિભાગે જવાબદાર ઉપરી અધિકારી ઉપર કેસ કરાયો હતો.તેના કેશ માંથી માંડમાંડ આગોતરા જામીન લઈને અધિકારીઓ બહાર નીકળ્યા છે.
એક વિવાદ માંડમાંડ શમ્યો નથી ત્યાં છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલા ગામડી ચાર રસ્તા કે જે રસ્તો ડભોઇ થી છોટાઉદેપુર-અલીરાજપુર(મધ્ય પ્રદેશ) જવાનો રાજ્ય ધોરી માર્ગ પર ચાર રસ્તા પર બનાવેલ સર્કલ પર વિવિધ જાહેરાતો ના મોટા મોટા હોર્ડિંગ્સ અવાર નવાર લાગે છે આ હોર્ડિંગ્સ માર્ગ અને મકાન વિભાગ ની મંજૂરી વગર લાગેલા હોય છે.ગોલા ગામડી સર્કલ પર રાત્રીના સમયે અંધારું દૂર કરવા ત્યાં લાઈટો ની જરૂરિયાત છે આ માટે ગામડીના સરપંચ દ્વારા વારંવાર માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીને રજુવાત પણ કરાઈ હોવા છતાં ત્યાં લાઈટોની વ્યવસ્થા ન કરતા છેવટે સરપંચ દ્વારા લોકફળો કરીને પ્રજાને સવલત ઉભી થાય એ ઉદેશથી લાઈટોની વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે .હાલમાં આ સર્કલ પર ગોલા ગામડી ના ગ્રામજનોના લોકફાળા થીલાઈટ માટેનું કામ ચાલી રહ્યું છે.અને આજુબાજુ માં મોટા હોર્ડિંગ્સ લાગી રહ્યા છે.મુખ્ય માર્ગ ની વચ્ચોવચ આવા હોર્ડિંગસો રોજીના અવર જવર કરતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ને દેખાતા જ નથી.છોટાઉદેપુર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના મોટા ભાગના અધિકારી વડોદરાથી જ આવન જાવન કરે છે.અને આજ રસ્તાપર થી અવર જવર કરે છે તો પણ ગાંધારી ની માફક આંખે પાટા બાંધીને અવર જવર કરતા હોય તેવું લાગી રહ્યું છે.મુખ્ય માર્ગના સર્કલ ની વચ્ચે લાગેલા આ હોર્ડિંગ્સ વહેલામાં વહેલી તકે હટાવવામાં આવે તેવી વાહન ચાલકો ની સાથે સાથે તાલુકાના લોકો કરી રહ્યા છે.આ ગેરકાયદેસર લાગતા હોર્ડિંગ્સ માટે કદાચ દાન દક્ષિણા પર અપાતી હોવાની ચર્ચા પર જોરશોર માં ચાલી રહી છે.
ફોટો મેલ કર્યો છે.
મયુર શેઠ: બહાદરપુર.