તહેવારોની મજા માણવા સ્ટેચ્યુ અને નર્મદા ડેમ નિહાળવા માટે પ્રવાસીઓનો ઘસારો.
સ્ટેચ્યૂ આૅફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ની છેલ્લા ૯ મહિનામાં ૧૯ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધીનર્મદામાં વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠીહાલમાં સ્ટેચ્યૂ આૅફ યુનિટી ખાતે રોજના ૬,૦૦૦ પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યાં છે.દરવાજા ખોલવામાં આવ્યા ત્યારબાદ અત્યારસુધીમાં ૨૫,૦૦૦ જેટલા પ્રવાસીઓએ ડેમ અને સ્ટેચ્યૂ આૅફ યુનિટીની મુલાકાત લીધી છે.રાજપીપળા તા 13નર્મદા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી એકધારા સતત ભારે વરસાદ થઈ રહ્યું છે જેને કારણે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ની આજુબાજ નું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે જેને જોવા તહેવારો ટાણે પ્રવાસીઓનો ધસારો જોવા મળ રહ્યો છે.નર્મદા સતત વરસી રહેલાભારે વરસાદના કારણે સરદાર સરોવરમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. જેના લીધે ડેમના દરાવાજા બે વાર ખોલવામાં આવ્યા છે. નર્મદામાં વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ચોમાસાની સીઝનમાં સ્ટેચ્યૂ આૅફ યુનિટી ખાતે પ્રવાસીઓ ઉમટ્યા છે. સ્ટેચ્યૂ અને ડેમ નિહાળવા માટે પ્રવાસીઓનો ધસારો થયો છે. સ્ટેચ્યૂ આૅફ યુનિટી અને સરદાર સરોવરની છેલ્લા ૯ મહિનામાં ૧૯ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.હાલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા મનમોહક દૃશ્યો સર્જાયા છે. હાલમાં સ્ટેચ્યૂ આૅફ યુનિટી ખાતે રોજના ૬,૦૦૦ પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યાં છે. સ્ટેચ્યૂ આૅફ યુનિટીના ડેપ્યુટી કલેકટર નિલેશ દૂબેએ જણાવ્યું હતું કે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારબાદ અત્યારસુધીમાં ૨૫,૦૦૦ જેટલા પ્રવાસીઓએ ડેમ અને સ્ટેચ્યૂ આૅફ યુનિટીની મુલાકાત લીધી છે.રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા