તિલકવાડા હાઇસ્કુલ ની પેટીમાંથી ચિઠ્ઠી મળી : રોમિયો ને પોલીસ મથકે લાવી જાહેરમાં ઉઠબેસ કરાવી
ઘરેથી સ્કૂલે આવતા રસ્તામાં એક છોકરો મને પકડી લે છે અને મને મારે છે.
ચિઠ્ઠી ને આધારે નિર્ભયા સ્કવોર્ડ એ છેડતી કરનાર રોમિયો ને પકડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ
રાજપીપળા, તા. 13
નર્મદાના તિલકવાડા હાઇસ્કુલ માં નર્મદા પોલીસ દ્વારા મુકાયેલી પેટીમાં સ્કુલની વિદ્યાર્થીની એક છોકરો હેરાન પરેશાન કરતો હોય તેની વિરુદ્ધમાં ફરિયાદ સ્વરૂપે પેટીમાંથી ચિઠ્ઠી નાખતા નિર્ભયા સ્કોડવોર્ડ ને પેટીમાંથી ચિઠ્ઠી મળીઆવી હતી જેને આધારે નિર્ભયા સ્કવોર્ડ રોમિયોને પકડી લાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને રોમિયોને પોલીસ મથકે લાવી જાહેરમાં ઉઠબેસ કરાવી હતી.
તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કે.એમ.શાહ હાઇસ્કુલની નિર્ભયા સ્કોડની ફરીયાદ પેટીમાંથી એક ચિઠ્ઠી મોડેલ ચિઠ્ઠીમાં નામજોગ ફરિયાદ લખી હતી કે ગામમાં હું મારા મોટા પપ્પા ને ત્યાં મારી બહેન જોડે ભણવા જાઉં છું તો એ ઘરે થી આવતી વખતે આ છોકરો મને પકડી લે છે અને મને મારે છે અને એવું કહે છે કે મારી જોડે નહિ બોલે તો હું તને મારી અને સ્કૂલે આવું છું તો એ પણ તિલકવાડા ના રોજ આવે છે અને રસ્તે હેરાન કરે છે અને મારે છે એવું કહે છે કે તારા મમ્મી પપ્પાને પણ કહી દે મને બીક નથી લાગતી જેને કહે તેને કહેવું હોય તે કહી દે તારા મમ્મી પપ્પાને પણ મારી અને તને પણ મારીશ.
જે ચિઠ્ઠી પોલીસ સ્ટેશનમાં પો.સ.ઇ એ.એસ.વસાવા આપતા ચિઠ્ઠીમાં લખેલા નું નામ બાબાદેવ હરીલાલ વસાવા (રહે, હીજડામહુડી તા. તિલકવાડા) ના ગામમાં નિર્ભયા સ્કોર્ડની બહેનો વર્ષાબેન, લતાબેન, ભાવનાબેન, તરુલતાબેન તથા નિર્ભયા સ્ક્વોડના પીએસઆઇ કે.કે. પાઠક સાથે રોમિયો બાબાદેવ હરીલાલ વસાવાને પકડવા માટે તેના ગામમાં જઈ તેને પકડી લાવેલ અને તેના પિતા સાથે પોલીસ સ્ટેશનમાં લાવી રોમિયો બાબાદેવ વસાવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા