શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
પ્રાપ્ત વિગતો મુજબ પ્રકૃતિ ની ગોદ માં લીલા છમ ડુંગર ની તળેટી માં આવેલ શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે નવ નિયુક્ત આચાર્ય શાહિદ શેખ ના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ ગ્રામજનો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો. જેની અંદર શાળાના પટાંગણ સહિત કેમ્પસમાં કુલ 250 થી વધુ વિવિધ જાતના છોડવાઓ નું આરોપણ કરવામાં આવ્યું. જેમાં લીમડા-60, આસોપાલવ-40, સરગવો-7, ગુલમહોર-20, સેવન-10, આંબા-10, શરૂ-5, દાઢમ-10, અને સેતુર-10 ના છોડવા રોપી પ્રત્યેક છોડ ના ઉછેર તેમજ સારસંભાળ ની વ્યક્તિગત જવાબદારી નવ નિયુક્ત આચાર્ય શાહિદ શેખ દ્વારા સોંપવામાં આવી છે. આ પ્રસંગે આચાર્ય શાહિદ શેખ દ્વારા ઉપસ્થિત રહેલ ગ્રામજનો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ ને વૃક્ષો માનવજીવન માટે તેમજ અન્ય જીવો માટે કેટલું મહત્વ છે અને કેટલા ઉપયોગી છે તેની રસપ્રદ માહિતી આપી હતી અને આ પ્રસંગે હાજર રહેલ પ્રત્યેક વ્યક્તિ પાસે દર વર્ષે એક વૃક્ષ રોપી તેનું ઉછેર કરવાનો સંકલ્પ લેવડાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન તથા સફળ સંચાલન કે.ઝેડ. બારિયા તથા સચિન પંચાલ એ કર્યું હતું. કાર્યક્રમના અંતે રાકેશ રાઠવા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભવોનું ભારોભાર આભાર પ્રગટ કર્યો હતો.