પ્રેસ કલબ નર્મદા રાજપીપલા નર્મદા આયોજિત કલાત્મક તાજીયા હરીફાઈ નુ જાહેર થયેલુ પરિણામ
બાલાપીર દાદા ના તાજીયા પ્રથમ વિજેતા થયા
પ્રેસ કલબ નર્મદા રાજપીપલા નર્મદા આયોજિત સતત આઠમા વર્ષે રાજપીપલા મા કલાત્મક તાજીયા હરીફાઈ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પ્રેસ ક્લબ નર્મદાના મંત્રી આશિક પઠાણતથા અન્ય મુસ્લિમભાઈઓએ
નિર્ણાયક તરીકે સેવા આપી હતી .પ્રેસ ક્લબ નર્મદા ના પ્રમુખ દીપક જગતાપ ના જણાવ્યા અનુસાર પ્રેસ ક્લબ નર્મદા દ્વારા કલાત્મક તાજીયા હરીફાઈ મા માત્ર હાથથી બનાવેલ કલાત્મક તાજીયા બનાવનાર કલાકાર ને પ્રેસ કલબ નર્મદા રાજપીપળા દ્વારાટ્રોફી અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામા આવે છે
મોહરમ ના પવિત્ર પર્વે તાજીયા હરિફાઇ નુ આયોજન કરવામાં આવેલ.નગર મા તાજીયા બનાવતા કલાકારો એ કલાત્મક તાજીયા બનાવ્યા હતા. કેટલાક વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એ એકસાથે ભેગા મળી તાજીયા બનાવ્યા હતા અને કોમી એકતા નુ ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડયું હતું.
પ્રેસ ક્લબ નર્મદા ના પ્રમુખ દીપક જગતાપે જણાવ્યુ હતુ કે સતત આઠ વર્ષ થી પ્રેસ કલબ નર્મદા આ પ્રવૃતિ હાથ ધરી કલાકારો ને પ્રોત્સાહિત કરવાની પ્રવૃતિ છે.જેમા હાથથી (હેન્ડ મેઇડ ) તૈયાર કરેલા તાજીયા ને ઇનામ આપવાનુ ઠરાવેલ હોઈ આ વર્ષે નગર ના બેસ્ટ ત્રણ કલાત્મક તાજીયા ને નીચે મુજબ વિજેતા જાહેર કરવા મા આવેલ છે
જેમા પ્રથમ કલાત્મક વિજેતા તાજીયા તરીકે 1)શબ્બીર ભાઈએ બનાવેલા બાલાપીર દાદા ના તાજીયા 2)બીજા ક્રમે જુમ્મા મસજીદના મહેબૂબ બાપુ અન્ય હિંદુ મિત્રોએ બનાવેલા કલાત્મક તાજીયા 3)અને ત્રીજા ક્રમે વિજેતા તાજીયા અબદાલ ભાઈએ બનાવેલા આરબ ટેકરા ના કલાત્મક તાજીયા વિજેતા જાહેર થયા છે .પ્રેસ ક્લબ નર્મદા તમામ વિજેતાઓ ને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા .
વિજેતાઓને તા 4.10.19ના રોજ સરદાર ટાઉન હોલ મા યોજાનાર નવરાત્રી રાસ ગરબા મહોત્સવ મા ઇનામ વિતરણ સમારંભ મા ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામા આવશે
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા