ઓકટોબર માસના અંતિમ ચરણમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સ્ટેચ્યુ ઓફ યુનિટીના સુચિત મૂલાકાત
-કાર્યક્રમોના પૂર્વ આયોજન સંદર્ભે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ કેવડીયાની મૂલાકાત લઇ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને પ્રાથમિક ચર્ચા-વિચારણાકરી
હેલીપેડ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મૂલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ સચિવે સ્થળ સ્થિતિનું કરેલુ નિરિક્ષણ
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી-પ્રદર્શન-પિકચર ગેલેરીની પણ ભલ્લાએ લીધેલી મૂલાકાત
રાજપીપલાતા 25
ગત વર્ષે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સરદાર જન્મ જયંતિ દિન ૩૧ મી ઓકટોબર, ૨૦૧૮ ના રોજ કેવડીયામાં વિશ્વની સૌથી ઉંચામાં ઉચી સરદાર વલ્લભભાઇ પટેલ ની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ ચાલુ વર્ષે આગામી ઓકટોબર માસના અંતિમ ચરણમાં પ્રધાનમંત્રીનરેન્દ્રભાઇ મોદીની સુચિત મૂલાકાત સંદર્ભે કેવડીયા કોલોની ખાતે યોજાનારા વિવિધ કાર્યક્રમોનું સુચારૂં આયોજન ઘડી કાઢવા કેન્દ્રિય ગુહ સચિવ અજયકુમાર ભલ્લાએ દેશની ટોચની વિવિધ સુરક્ષા એજન્સીઓના વડાઓ-વરિષ્ઠ અધિકારીઓએ આજે કેવડીયા કોલોનીની મુલાકાત લીધી હતી .અને ગુજરાતના વહિવટી-પોલીસ વિભાગ તેમજ નર્મદા નિગમના વરિષ્ઠ સનદી અધિકારીઓ સાથે કાર્યક્રમના સુચિત સ્થળોની મુલાકાત લઇ પ્રાથમિક ચર્ચા-વિચારણા સાથે જરૂરી વિચાર-વિમર્શ કર્યો હતો.
કેન્દ્રિય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા આજે ટોચની વિવિધ સુરક્ષા એજન્સીઓના વડાની ટુકડી સાથે કેવડીયા કોલોની ખાતે બીએસએફના હેલીકોપ્ટર દ્વારા આવી પહોંચતા ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતાસિંઘ, સરદાર નર્મદા નિગમના જોઇન્ટ મેનેઝીંગ ડિરેકટરશસંદીપકુમાર, ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા, પ્રવાસન સચિવ શ્રીમતી મમતા વર્મા, ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી જીન્સી વિલીયમ, માર્ગ અને મકાન વિભાગના સચિવ એન.બી.વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ વગેરે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓના વડાઓનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા.
ત્યારબાદ કેન્દ્રિય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા સહિતના કેન્દ્રિય સુરક્ષા એજન્સીના વડાઓની સૂચિત કાર્યક્રમ સંદર્ભે હેલીપેડ સ્થળ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર વગેરેની મુલાકાત દરમિયાન સુચિત એકતા પરેડ, પ્રદર્શન સહિતના વડાપ્રધાનના અન્ય સુચિત કાર્યક્રમો અંગે પ્રાથમિક ચર્ચા-વિચારણ કરાઇ હતી.
કેન્દ્રિય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા સહિત સુરક્ષા એજન્સીઓના વડાઓની ટુકડીએ ત્યારબાદ કેવડીયા VVIP સર્કિટ હાઉસ ખાતે પહોંચીને ગુજરાતના અને નર્મદા જિલ્લાના વહિવટી-પોલીસ વિભાગના વરિષ્ઠ સનદી અધિકારીઓ સાથે બેઠક યોજીને વડાપ્રધાનના સુચિત કાર્યક્રમની પ્રાથમિક તૈયારીઓ અને તેના પૂર્વ આયોજન સંદર્ભે સંબંધિ ચર્ચા-વિચારણા કરીને અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનો સાથે તેમણે માર્ગદર્શન પણ પુરૂ પાડયું હતું.
કેન્દ્રિય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા સાથે દેશની ટોચની વિવિધ સુરક્ષા એજન્સીઓના વડાઓ –વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રવાસ-મૂલાકાતમાં સાથે જોડાયા હતાં અને સમગ્ર મૂલાકાત-નિરીક્ષણ તેમજ બેઠકમાં પણ ઉપસ્થિત રહયાં હતાં.
કેન્દ્રિય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા સાથે દેશની ટોચની વિવિધ સુરક્ષા એજન્સીઓના વડાશ્રીઓ –વરિષ્ઠ અધિકારીઓએ આજે બપોરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચીને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની અતિ વિરાટ પ્રતિમા સ્થળે ભાવવંદના કરી હતી. ત્યારબાદ તેઓશ્રીએ ૪૫ માળની ઉંચાઇવાળી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા ડેમના ઉપરવાસમાં પાણીની સતત આવકને લીધે ડેમની જળ સપાટીમાં થઇ રહેલા પાણીના વધારાને લીધે ડેમમાંથી પાણીના ઓવરફ્લોનો અદ્દભૂત નજારો પણ તેમણે માણ્યો હતો. તદઉપરાંત વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન કર્યા હતા. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી-પ્રદર્શન-લાયબ્રેરી અને પિકચર- ગેલેરીમાં સરદાર સાહેબના જીવન-કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ તેમણે રસપૂર્વક નિહાળી હતી.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા