નાંદોદના વડિયા ગામ માં બનતી સોસાયટીઓના બિલ્ડરોને વડીયા ગ્રામ પંચાયત મોટી સરકાર ફટકારતા ચકચાર.
પંચાયતે બાંધકામ માટેની આપેલી રજાચિઠી સ્થગિત કરી કામગીરી અટકાવી દીધી.
ગામમાં હાલ 7 જેટલી સોસાયટીઓમાં બાંધકામની કામગીરી ચાલી રહી છે
નવી મંજૂરી ના મળે ત્યાં સુધી જો આ કામ કરશે તો દંડનીય પગલાં ભરવાની ચીમકી.
રાજપીપળા, તા. 25
નાંદોદ તાલુકાના વડિયા ગામ માં બનતી સોસાયટીઓના બિલ્ડરોને પંચાયતને નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા નજીક વડીયા ગામે હાલમાં વિવિધ સોસાયટીઓ બની રહી છે. લગભગ સાત જેટલી સોસાયટીઓમાં બાંધકામની કામગીરી ચાલી રહી છે. જેમાં ખાસ કરીને વડીયા જકાતનાકા સુધી નો બિસ્માર રસ્તો બની ગયો છે. જેની જવાબદારી બિલ્ડરોની હોવા છતાં સ્થાનિક રહીશો પાસેથી લાખો રૂપિયા લીધા પણ સારો રસ્તો નહીં બનાવી આપતા વડીયા ગ્રામ પંચાયત એક્શન લેવા શરૂઆત કરી છે. વડિયા ગામ પંચાયત થયેલ તમામ બિલ્ડરોને નોટિસ ફટકારી છે. આ સાથે તેમને પંચાયત દ્વારા આપવામાં આવેલી બાંધકામની રજાચિઠ્ઠી તાત્કાલિક બોલાવી સરપંચ મહેશ રજવાડી, તલાટી કમ મંત્રી દેવેન્દ્ર જોશી. ન્યાય સમિતિ ચેરમેન પરમાર સહિત તમામ સભ્યોએ હાજર રહી તાત્કાલિક નિર્ણય કરી ખાસ અસરથી બાંધકામની કામગીરી અટકાવી દેવા નોટિસ આપતા બિલ્ડરોમાં ફફડાટ ફેલાયેલો છે.
આ બાબતે વડીયા ગામના તલાટી દેવેન્દ્ર જોષીએ જણાવ્યું હતું કે હાલ ગ્રામ પંચાયતની હદમાં આવતી જેટલી પણ સોસાયટી છે, તે તમામને આપેલ બાંધકામની રજા ચિઠ્ઠી હાલ સ્થગિત કરી દેવામાં આવી છે, પંચાયતે નિર્ણય લીધો છે નવી મંજૂરી ન મળે ત્યાં સુધી જો કામ કરશો તો દંડનીય પગલાં ભરવામાં આવશે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા