રાજપીપલા ના સડક ફળિયા વિસ્તાર માં ચાલુ કરંટ વાળો વિજપોલ ધારાશાયી થતા દોડધામ
ચાલુ તાર ઉપર ઝાડની ડાળી તૂટીને પડતા સિમેન્ટ નો વિજપોલ ધડાકાભેર તૂટીને રસ્તા વચ્ચે પડ્યો
રાજપીપલા ના સડક ફળિયા વિસ્તાર માં ચાલુ કરંટ વાળો વિજપોલ ધારાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી ચાલુ જીવતા તાર ઉપર ઝાડની ડાળી તૂટી પડતા તેના ભાર થી સિમેન્ટ નો વિજપોલ ધડાકાભેર તૂટીને રસ્તા વચ્ચે પડી જતા લોકો ગભરાઈ ગયા હતા .જોકે તાત્કાલિક વીજ કર્મચારીઓને બોલાવી લેતા વીજ કર્મચારીઓ ઘટના સ્થળે પહોચી સમારકામ ની કામગીરી શરૂ કરી દેતા અને વીજ વાયરો હટાવી દેતા લોકોએ રાહત નો દમ લીધો હતો .
અત્રે ઉલ્લેખનિય છે કે
બે દિવસ પહેલા જ રાજપીપલા માં વીજ કરંટ લાગતા એક યુવાન ને ઇજાઓ થઈ હતી .સદનસીબે કોઈને જાન હાની થઈ નહોતી.
રાજપીપલા ની DGVCL વિભાગની બેદરકારી પોલ બહાર આવીહતી .રાજપીપળા મા આવા બનાવો વધતા જતા હોઈ ચિંતાનો વિષય બન્યો છે .કોઈ મોટી જાન હાનિ થાય તે પહેલાં પ્રશાસન કોઈ યોગ્ય પગલાં લે એવી લોકમાંગ ઉઠીહતી
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા