મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારનાં સમય-સમય પર પ્રજાહિતનાં ઝડપી અને સંવેદનશીલ નિર્ણયોની પ્રતિતિ જનતાને સતત થઈ રહી છે – શ્રી ભરત પંડયા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગુજરાતના 4 લાખ ખેડૂતોને આવરી લઈને રૂ.700 કરોડનું પેકેજની જાહેરાતને ભાજપ વતી હ્યદયપૂર્વક આવકારીએ છીએ. – શ્રી ભરત પંડયા
————
દેશનાં વાહનવ્યવહારનાં ઈતિહાસમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ લીધેલ ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણયને આવકાર અને અભિનંદન- શ્રી ભરત પંડયા
————
૧૬ ચેકપોસ્ટ નાબૂદીથી લાખો લોકોનાં કરોડો કલાકો બચશે.
લોકોની સમયશક્તિ,પેટ્રોલ-ડીઝલ અને પૈસાની ની બચત થશે.
—————-
ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રવક્તાશ્રી ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકાર સમય-સમય પર પ્રજાહિતનાં ઝડપી અને સંવેદનશીલ નિર્ણયો લઈ રહી છે. તેની પ્રતીતિ ગુજરાતની જનતાને સતત થતી રહે છે. ગુજરાતના ખેડૂતોના હિત માટે અનેક નિર્ણયો આ કેન્દ્ર અને રાજય સરકારે લીધાં છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા પાક વિમા મુદ્દે વિમા કંપનીઓના અધિકારીઓ સાથે મિટીંગો કરીને તાત્કાલિક પાક વિમો ખેડૂતોને મળે તેવી કડક સૂચનાઓ આપવામાં આવી છે. ખેડૂતનાં હિતમાં ૧૮ નવેમ્બરથી મગફળી, મકાઈ, ડાંગર, બાજરી, અડદ અને મગનાં પાકોની ટેકાનાં ભાવે ખરીદી કરવામાં આવનાર છે. આ ઉપરાંત જે ખેડૂતો પાસે પાક વિમો ન હોય તેમ છતાં કુદરતી આપત્તિ વાવાઝોડું, અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદને કારણે પાકને નૂકશાન થયું છે તેનો તાકિદે સર્વે કરાઈને સહાય ચૂકવવામાં આવશે તેવી યોજના જાહેર કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે ગઈકાલે ગુજરાતના લગભગ 4 લાખ ખેડૂતોને આવરી લઈને રૂ.700 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જેમાં પિયત જમીનમાં 1 હેકટર દીઠ રૂ.13,500/- અને બીન પિયત જમીનમાં 1 હેકટર દીઠ રૂ.6,800/- ખેડૂતોના ખાતામાં RTGS દ્વારા સહાય આપવાની જાહેરાતને ભાજપ વતી હ્યદયપૂર્વક આવકારીએ છીએ.
દેશનાં વાહનવ્યવહારના ઈતિહાસમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ લીધેલ ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણયને આવકારતાં અને અભિનંદન આપતાં શ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના વાહનવ્યહાર હસ્તકની 16 ચેકપોસ્ટ કાયમી ધોરણે નાબૂદ કરવાથી વેપાર- ઉદ્યોગમાં ઝડપી, કાર્યક્ષમ અને પારદર્શક વહિવટ સાથે Ease of Doing Businessની દિશામાં આ ગુજરાતનું દૂંરદેશીભર્યું પગલું છે. આ નિર્ણયથી લાખો લોકોનાં કરોડો કલાકો બચશે. લોકોની સમય-શક્તિ બચશે, પેટ્રોલનો બચાવ થશે, ટ્રાફિક પ્રદૂષણ ઘટશે અને ધંધા રોજગારમાં ઝડપ સાથે કાર્યક્ષમતામાં વધારો થશે.
વર્ષ 2009-10 પછીના ડ્રાઇવીંગ લાયસન્સ ધારકો રીન્યુઅલ ડ્રાઇવીંગ લાયસન્સ, ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ, ડ્રાઇવીંગ લાયસન્સ સંબંધિત માહિતી રીપ્લેશમેન્ટ ઓફ ડ્રાઇવીંગ લાયસન્સ આ 4 (ચાર) પ્રકારની સેવા અને વર્ષ 2009-10 પછીની આર.સી.બુક ધરાવતા વાહન માલિકો ડુપ્લીકેટ આર.સી. બુક, વાહન ઈર્ન્ફમેશન અને હાઇપોથીકેશન રીમુવલ– કુલ 03 (ત્રણ) પ્રકારની સેવાઓ એમ કુલ મળીને–07 સેવાઓ ફેશલેશ (ઓનલાઈન) થશે . આ બન્ને પ્રકારની સેવાઓથી રાજયના કુલ ૧૭.૫૫ લાખ લોકોને ઘર બેઠાં ઝડપથી સીધો લાભ થવાથી આર.ટી.ઓ કચેરીના ધક્કાઓ ખાવા નહીં પડે જેનાથી તેમનાં સમય,પૈસા અને શક્તિનો બચાવ થશે. કાચું લાયસન્સ માટેની પ્રક્રિયા હાલમાં 36 આર.ટી.ઓ. દ્વારા થતી હોવાથી દર વર્ષે 08 લાખ લોકોને જીલ્લા મથકો ઉપર આવીને લાયસન્સ મેળવવું પડતું હતું, હવેથી, ગુજરાત રાજયની 221 આઈ.ટી.આઈ તેમજ 29 પોલીટેકનીકમાં પ્રક્રિયા શરૂ થવાથી તાલુકા મથકેથી જ કાચું લાયસન્સ મળી તેવી લોકહિતમાં સુંદર અને સુદૃઢ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વહીવટી સરળતાથી લોકોની હાડમારી ઓછી થાય અને આધુનિક વ્યવસ્થાથી લોકોને ઘરબેઠાં સુવિધા મળી શકે તેવાં નિર્ણયોથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈએ એક સંવેદનશીલ, ઝડપી અને પારદર્શક મુખ્યમંત્રી તરીકે પોતાની છાપ ઊભી કરી છે તે બદલ તેઓ સાચા અર્થમાં લોક અભિનંદનના અધિકારી છે. તેમશ્રી પંડયાએ અંતમાં જણાવ્યું છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )