નર્મદા જિલ્લામાં તા. ૩ થી તા. ૧૨ મી સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરાનારું રક્તપિત્ત દરદી શોધ અભિયાન
૧૦ હજારની વસ્તીએ રક્તપિત્તના દરદીઓનું પ્રમાણદર
૧ કરતાં ઓછું હોવાના ધ્યેય સામે રક્તપિત્ત નિર્મૂલન ક્ષેત્રની
લક્ષ્યાંક સિધ્ધિ સાથે નર્મદા જિલ્લો રાજ્યમાં પ્રથમજિલ્લાના ૫૮૯ ગામોની અંદાજે ૬.૬૯ લાખ અને ૧.૨૬ લાખ જેટલાં કુટુંબો અભિયાનમાં ૬૮૯ આશાબહેનો-પુરૂષ કાર્યકરની ટીમો પ્રત્યેક ઘરોનું કરાશે સર્વેક્ષણ
રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા રક્તપિત્ત કો-ઓર્ડિનેશન કમિટીની યોજાયેલી બેઠક
રાજપીપલા,તા. 29
૧૦ હજારની વસતી રક્તપિત્તના દર્દીઓનાં પ્રમાણે કરતા ઓછું હોવાના નાતે સામે રક્તપિત નિર્મૂલન ક્ષેત્રની સાથે નર્મદા જિલ્લા રાજ્યમાં પ્રથમ આવ્યો છે જે પણ રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા રક્તપિત કોઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઇ હતી.
નર્મદા જિલ્લા્માં આગામી તા. ૩ થી ૧૨ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ દરમિયાન રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલ અને ડી.ડી.ઓ. ડૉ. જીન્સી વિલીયમના માર્ગદર્શન હેઠળ હાથ ધરાનાર રક્તપિત દરદી શોધ અભિયાન દરમિયાન જિલ્લાની અંદાજે ૬.૬૯ લાખ વસતી અને ૧.૨૬ લાખ જેટલાં કુટુંબોને આવરી લેવાના કરાયેલ સુચારા આયોજન અન્વયે જિલ્લાનું કોઇ પણ ઘર કે વ્યક્તિ આ અભિયાન દરમિયાન સર્વેક્ષણથી વંચિત ન રહે તે જોવાની ખાસ કાળજી રાખવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમે જિલ્લા આરોગ્યતંત્રને ખાસ હિમાયત કરી છે.
જેમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિતીમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા રક્તપિત્ત કો-ઓર્ડિનેશન કમિટીની યોજાયેલી બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, જિલ્લામાં તા. ૩ જી સપ્ટેમ્બર થી ૧૨ મી સપ્ટેમ્બર દરમિયાન જિલ્લાના ૫૮૯ જેટલાં ગામોમાં આશાબેન અને પુરૂષ કાર્યકરની કુલ-૬૮૯ જેટલી ટીમો પ્રત્યેક ઘરની મુલાકાત લઇ ચામડી પર આછું,ઝાખું, રતાશ પડતું કે અન્ય કોઇ ચાઠું હોય તેવા લક્ષણો સાથેના શંકાસ્પદ દરદીઓનું સર્વેક્ષણ કરશે અને આવા લક્ષણો દ્વારા જણાઇ આવેલ સંભવિત દરદીઓના રોગ નિદાન અને સઘન સારવાર માટેની વિગતોનો અહેવાલ જિલ્લા આરોગ્યતંત્રને સુપ્રત કરશે. તેની સાથોસાથ રાજપીપલા શહેરના વિસ્તારમાં પણ અર્બન આશાબહેનો દ્વારા વિશેષ કરીને સ્લમ એરીયામાં આ પ્રકારનું સર્વેક્ષણ ઉક્ત સમયગાળા દરમિયાન હાથ ધરાશે. શહેર અને જિલ્લાવાસીઓને તેમના ઘરની મુલાકાત આશાબહેનો લે ત્યારે આ સર્વેક્ષણમાં પૂરતો સહયોગ આપવા પ્રજાજનોને જિલ્લા પ્રશાસન તરફથી જાહેર અપીલ કરાઇ છે.
રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લામાં હાથ ધરાનાર રક્તપિત્ત દરદી શોધ અભિયાન દરમિયાન આશાબહેન અને પુરૂષ કાર્યકરની ટીમ દ્વારા પ્રત્યેક ઘરની મુલાકાત લઇ તે અંગેનું જરૂરી માર્કિંગ કરશે અને સર્વેક્ષણ પ્રસંગે હાજર ન હોય તેવા બાકી રહેતા સંબધિત કુટુંબ તેમજ જે તે કુટુંબના સભ્યની આ અભિયાન દરમિયાન પુન: તપાસ કરી જરૂરી વિગતો એકત્ર કરશે. તદ્દઉપરાંત દર માસના ત્રીજા શુક્રવારે જે તે ગામમાં કરાતી ડેડીકેટીવ લેપ્રેસી-ડે ની ઉજવણી દરમિયાન પણ આવા બાકી રહેતાં સભ્યની જરૂરી તપાસ કરીને તે અંગેની વિગતો જિલ્લા આરોગ્યતંત્રને સુપ્રત કરશે. આમ, જિલ્લામાં આ સર્વેક્ષણથી કોઇ વ્યક્તિ વંચિત ન રહે તેવું વિશેષ આયોજન પણ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ઘડી કઢાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત રોગ નિર્મૂલન કાર્યક્રમ હેઠળ દક્ષિણ ગુજરાતનાં ૧૨ જિલ્લાઓમાં ૧૦ હજારની વસ્તીએ રક્તપિત્તના દરદીઓનું પ્રમાણદર ૧ કરતાં ઓછું હોવાના ધ્યેય સામે ગત ડિસેમ્બર-૨૦૧૮ માં આ ધ્યેય સિધ્ધિ હાંસલ કરવાની સાથે નર્મદા જિલ્લો રાજ્યમાં અગ્રેસર રહ્યો છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા