છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

દિલ્હીથી વડાપ્રધાન દ્વારા લોન્ચ કરાયેલી
ફીટ ઇન્ડિયા મુવમેન્ટનું બાળકોએ નિહાળ્યું જીવંત પ્રસારણ હોકીના જાદુગર ગણાતા મેજર ઘ્યાનચંદના જન્મ દિવસ તા. ૨૯મી, ઓગષ્ટને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પણ આજે તા. ૨૯મી, ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવફી હતી.
જિલ્લા કલેકટર સુજલ મયાત્રાના સીધા માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસને અનુલક્ષીને વિવિધ રમત સ્પર્ધાઓનું રમત ગમત વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કબડ્ડી, કુશ્તી, સહિતની અનેક રમત સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા મથકોએ તથા ગ્રામ્ય કક્ષાએ પણ રાષ્ટ્રીય ખેલ દિવસની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. રમત સ્પર્ધાઓની સાથો સાથ વિવિધ શાળાઓ દ્વારા જનજાગૃતિ રેલીઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીોમાં શાળાના બાળકો સહિત શિક્ષકો અને આગેવાનો પણ જોડાયા હતા.
આજના રાષ્ટ્રીય ખેલ દિવસની ઉપલક્ષમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દિલ્હીથી ફીટ ઇન્ડિયા મુવમેન્ટનું લોન્ચિંગ કર્યું હતું. વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં લોન્ચ કરવામાં આવેલી ફિટ ઇન્ડિયા મુવમેન્ટનું સીધું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ જીવંત પ્રસારણને છોટાઉદેપુરની દરેક શાળાઓમાં બાળકોએ નિહાળ્યું હતું તથા વડાપ્રધાનના પ્રેરણાત્મક ઉદ્દબોધન પણ શાળાના બાળકોએ માણ્યું હતું. આ ઉપરાંત શાળાના બાળકો અને ઉપસ્થિત સૌએ પ્રતિજ્ઞા પણ લીધી હતી તેમજ રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
કલેકટર સુજલ મયાત્રાના સીધા માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં કરવામાં આવેલી રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીને સફળ બનાવવામાં માટે જિલ્લા શિક્ષણાધિકારી બારિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્રોનિક શ્રીમાળી,સીનીયર કોચ દિનેશભાઇ ભીલ,જિલ્લા રમત ગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ, રમત ગમત વિભાગના આસીસ્ટન્ટ પ્રોજેકટ ઓફિસર શૈલેષભાઇ, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઇ રાઠવા, તથા અન્ય અધિકારીઓ તમામ શાળાના આચાર્યો, શિક્ષકો જહેમત ઉઠાવી હતી.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )