સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૩૮.૨૮ મીટરે નોંધાઇ
નર્મદા ડેમમાં ૨,૦૭,૯૧૫ ક્યુસેક પાણીના ઇનફલો સામે
૨,૭૦,૬૧૪ ક્યુસેક પાણીનો આઉટફલો : ડેમના ૨૩ દરવાજા ખોલાયા
૨૪ કલાકમાં ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૩૬૪ અને કેનાલ
હેડ પાવર હાઉસ દ્વારા ૪૮૧૭ મેગાવોટ વિજ ઉત્પાદન
રાજપીપલા, :તા 20
નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં આજે નર્મદા ડેમની જળ સપાટી ૧૩૮.૨૮ મીટરે સપાટી નોંધાઇ હોવાના અહેવાલ કેવડીયા કોલોની ખાતેના નર્મદા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. તેની સાથોસાથ આજે સવારે ૧૧:૦૦ કલાકે નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલાયા હતા
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આજે નર્મદા ડેમમાં ૨,૦૭,૯૧૫ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૨,૭૦,૬૧૪ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હતો. નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે અને આજે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૩૬૪ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૪૮૧૭ મેગાવોટનું વિજ ઉત્પાદન થયુ છે
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા