રાજપીપળામાં પીયુસી સર્ટિફિકેટ માટે એક કિમી લાંબી વાહનોની લાઇન!
અહો આશ્ચર્યમ! સમગ્ર નર્મદામાં એકમાત્ર રાજપીપળામાં એક જ પીયુસી સેન્ટર !?
પીયુસી માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા વાહન ચાલકો પરેશાન
રાજપીપળા અને દરેક તાલુકામાં ત્રણ થી પાંચ વધારાના સેન્ટરો ખોલવાની માંગ
લાંબી લાઈન જોઈને મહિલાઓ લાઇનમાં ઊભી જ રહી શકતી નથી.
નાના મોટા ઝઘડાઓ થતા હોય પોલીસ બંદોબસ્ત પણ મૂકવાની માંગ.
બિમાર, વૃદ્ધ, મહિલાઓ માટે અલગ વ્યવસ્થા કરવાની પણ માંગ
રાજપીપળા,તા.20
સરકારે પીયુસી સર્ટિફિકેટ અને હેલ્મેટ માટે દંડ કરવાના નવા નિયમોને કારણે નર્મદા જિલ્લામાં પણ લોકો સર્ટિફિકેટ અને હેલ્મેટ માટે દોડતા થયા છે, જોકે વડામથક રાજપીપળા ખાતે પાંડોરી પેટ્રોલપંપ પાસે સમગ્ર નર્મદામાં રાજપીપળા ખાતે આર.એન મોટર્સ ખાતે પી.યુ.સી સેન્ટર ખોલાવવામાં આવ્યું છે. રાજપીપળામાં એક જ સેન્ટર હોવાથી સવારથી મોડી સાંજ સુધી પીવીસી કઢાવવા માટે ચાલકોની એક કીની જેટલી લાંબી લાઈન લાગે સવારે 9 વાગ્યાથી વાહનચાલકોની લાંબી લઈને લાગી જાય છે. ખાસ કરીને આજૂબાજૂના ગામડા વાળાઓની વધારે ભીડ જોવા મળે છે. લોકો પોતાના કામ ધંધો છોડીને પીયુસી કઢાવવા માટે લાઇનમાં ઊભા રહી જાય છે. જેને કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે, રાજપીપળામાં માત્ર એક જ સેન્ટર હોવાથી વાહન ચાલકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે ફૂલવાડીમાં રાજેશભાઈએ જણાવ્યું હતું કે સવારે નવ વાગ્યાનો લાઈનમાં ઉભો દસ વાગ્યા છતાં હજી મારો નંબર નથી આવ્યો અને ક્યારેય નંબર આવશે તેનો કોઇ અંદાજ નથી કમ શે તંત્ર એ આવા બે થી ચાર સેન્ટરો ખોલવા જોઈએ જેથી લોકોને રાહત ન રહે અને સમય ન બગડે જ્યારે પીયુસી સેન્ટર ના માલિક રાજેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર નર્મદા માં રાજપીપળામાં માત્ર એક સેન્ટરને માન્યતા મળી છે. રોજના ૪૦૦ જેટલા પિયુષ નીકળે છે હજી વધારે સેન્ટરો ને મંજૂરી મળે તો લોકોને સમય ન બગડે અને જલ્દી સર્ટી મળી શકે. અમે રાત્રે નવ વાગ્યા સુધી ચલાવીએ છે જો પોલીસ બંદોબસ્ત મળે અને રાત્રે પણ ચાલુ રાખવાની પરવાનગી મળે તો રાત્રે પણ પીયુસી કાઢવાની તૈયારી છે. લાઇન માં નાના મોટા ઝઘડાઓ થતા હોય અહીં પોલીસ બંદોબસ્ત મૂકવાની પણ માંગ ઉઠી છે. ખાસ કરીને લાંબી લાઈન જોઈને મહિલાઓ લાઇનમાં ઊભી રહી શકતી નથી એ માટે બીમાર, વૃદ્ધ, મહિલાઓ માટે અલગ વ્યવસ્થા કરવાની પણ માંગ ઉઠી છે.
રિપોર્ટ: .જ્યોતિ જગતાપ, રાજપીપળા