તિલકવાડા ના કમસોલી ગામે વન્ય જીવ અજગર ની હત્યા..

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કમસોલી પાસે અજગર ની હત્યા કરી રોડ પર ફેંકી દેવામાં આવ્યો

જીવ દયા પ્રેમીઓ મા અરેરાટી વ્યાપી
રહસ્ય હજુ અકબંધ

નર્મદા જિલ્લાના તિલકવાડાતાલુકા ના કમસોલી ગામેવન્ય જીવ અજગર ની હત્યાકરવાં ના બનાવ થી જીવ દયા પ્રેમીઓ મા અરેરાટી વ્યાપી છે પ્રાપ્ત માહિતી અનુસાર તા .17/09/2019 ના રાત્રિ દરમિયાન કમસોલી પાસે અજગર ની હત્યા કરી રોડ પર ફેંકી દેવામાં આવ્યો હતો.આઅંગે “એનિમલ એકટીવિસ્ટ ” રાજ ભાવસાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે અજગર એ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શીડયૂલ -1 મા આવતું વન્યજીવ છે. તેમજ તેને મારવુ કે તેને નુકશાન કરવું ગંભીર ગુન્હો બનતો હોય છે. જ્યારે આ અજગર ની હત્યા કરી દેવામાં આવી છે. તો તેણી તપાસ કરી હત્યા મા સપડાયેલા ઈસમોને કાયદા ની જોગવાઇ હેઠળ ગુન્હો દાખલ કરી આગળ ની કાર્યવાહી કરવી તેમજ આવો બનાવ બીજી વખત ના બને તેમાટે લોકોને જાગૃત કરવા પણ જરૂરી બન્યા છે.
આ હત્યા કોણે કરી એ તપાસ નો વિષય બન્યો છે વન વિભાગ આ અંગે સઘન તપાસ કરે તેવી માંગ ઉઠી છે

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )