રાજપીપળા જન્માષ્ટમી પર્વે કૃષ્ણમય બન્યું. રાજપીપળામાં ભરે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક જન્માષ્ટમી પર્વ ઉજવાયું.
બાલ મંદિર ફળિયા ની કૃષ્ણ લીલા માં કાશ્મીરમાં ભાજપની કેન્દ્ર સરકારે 370 ની કલમ નાબૂદ કરી લોકસભા લીધેલા ઐતિહાસિક નિર્ણયની જાણ કરતી ડેકોરેશન લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું.
નગરમાં કૃષ્ણ જન્મ ની ઝાંખી કરાવતી 100 થી વધુ ઝૂંપડીઓમાં શણગાર ડેકોરેશન જોવા આખું રાજપીપળા ઉમટ્યું.
12ના ટકોરે રાજપીપળાના રાધાકૃષ્ણ મંદિરમાં ભજન જય કનૈયા લાલકીના નાદ થી મંદિર ગાજી ઉઠયા. ભક્તોએ કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો.
મોડીરાત્રે ઠેરઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાયા
રાજપીપળા ખાતે જન્માષ્ટમી પર્વની ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાયું હતું. જેમાં લીમડાચોક, કાછીયાવાળ, દરબાર રોડ સહિત કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી પર્વ ભક્તોની ભારે ભીડ જામી હતી. આખું રાજપીપળા બન્યું હતું. નગરમાં કૃષ્ણ જન્મની ઝાંખી કરાવતા 100થી વધુ નાની મોટી છુંપડીઓને બનાવી તેમાં સણગાર કરી ડેકોરેશન કરતા મુવીંગ ડેકોરેશન જોવા મળી રાત સુધી ભક્તો ના ટોળા ઉમટયા હતા.
રાત્રે રાજપીપળાના રાધાકૃષ્ણ મંદિર, રણછોડજી મંદિરમાં લાઇટિંગ ડેકોરેશન થી મંદિર શોભી ઊઠ્યું હતું . સનગાર સે રાત્રે 12ના ટકોરે ભગવાન કૃષ્ણનો જન્મ થતા જ જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલકી ના નાદથી તથા ભજનોની રમઝટ થી ભકતો ઝૂમી ઊઠ્યા અને ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ગઝલ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો મોડી રાત્રે દરેક કચેરીઓમાં મટકીફોડના કાર્યક્રમ પણ યોજાયા હતા.
રાજપીપળા લીમડા ચોક વિસ્તારમાં ક્રેઈનની મદદથી મટકી શણગાર અટકાવાયો હતો. લીમડાચોકમાં અને કાછીયાવાડમાં કૃષ્ણની લીલાઓ ટીવીને પડે લાઈવ દર્શન બતાવાયું હ.તું ફૂલોથી શણગાર અને કૃષ્ણલીલા ના દ્રશ્ય સાથે કૃષ્ણ જન્મોત્સવનું ડેકોરેશન અને મોડી રાત્રે મળતી મટકીફોડ ની ધમાલ ભક્તોને ગાન્ડા કર્યા હતા. તો કાછીયાવાડ ની વિવિધ વિસ્તારોમાં બ્રાહ્મણ ફળિયા માં કૃષ્ણ અને તાંદુલ ખવાડવતા ભક્ત સુદામા, ગુંદાવાળા ફળિયામાં રાધાકૃષ્ણના પ્રેમ, વાસુદેવ કૃષ્ણ અને માથે ટોપલ મા યમુના પાર કરાવતા તથા બાલમંદિર ફળિયાની કૃષ્ણ લીલામાં ભાજપની કેન્દ્ર સરકારે 370 નાબૂદ કરી લોકસભામાં લીધેલી ઐતિહાસિક નિર્ણય ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને વધાવતા બતાવ્યા છે. જેમાં લોકસભામાં શાસક અને વિરોધ પક્ષના સાંસદોને બતાવી કાશ્મીર પ્રશ્નો હલ કરતી કેન્દ્રની સરકારના અને રાષ્ટ્રવાદના દ્રશ્યોને કૃષ્ણ જન્મોત્સવ સાથે સાંકળી લેતા આ ડેકોરેશન જોવા લોકટોળા ઉમટ્યા હતા
.
રિપોર્ટ :.જ્યોતિ જગતાપ, રાજપીપળા