નિષ્ઠાવાન વનકર્મીઓ વનસંપદાના રક્ષણમાં લોકશક્તિને જોડે છે : શાલિની અગ્રવાલ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

જિલ્લાના ૭૦માં વન મહોત્સવ પ્રસંગે શિક્ષણ સંસ્થા સિગ્મા ઇન્સ્ટિટયૂટ ના પરિસરમાં ૧૧૧૧ રોપાઓ નું વાવેતર કરાયું..: શ્રેષ્ઠ કામગીરી કરનારા વનકર્મીઓનું જિલ્લા કલેકટરશ્રી ના હસ્તે કરાયું સન્માન

સામાજિક વનીકરણ વિભાગ,વડોદરાએ બાકરોલ ખાતે સિગ્મા ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટયૂટ ખાતે યોજેલા જિલ્લાના ૭૦માં વન મહોત્સવ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ,ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના પ્રબંધ નિર્દેશક શ્રી એસ.કે.ચતુર્વેદી સહિત અધિકારીઓ અને સંસ્થા પાદધિકારીઓએ રોપ વાવેતર કર્યું હતું. વિદ્યાર્થીઓને વૃક્ષ વાવેતર અને ઉછેર સાથે જોડવા આ સંસ્થાના સંચાલકોના સહયોગથી એના પરિસરમાં વિવિધ પ્રજાતિઓના ૧૧૧૧ રોપાઓના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક વનીકરણ વિભાગે આ વર્ષે શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓને માધ્યમ બનાવીને વૃક્ષ વાવેતરનું આયોજન કર્યું છે અને એ રીતે પર્યાવરણ પ્રત્યે મૈત્રી ભાવ કિશોર-યુવા પેઢીમાં સીંચવાનો પ્રબંધ કર્યો છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ના હસ્તે વૃક્ષ ઉછેર, રક્ષણ,વન્ય સંપદાના રક્ષણની શ્રેષ્ઠ કામગીરી કરનારા વન કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને રોપઉછેર મંડળીઓને મળવાપાત્ર પ્રોત્સાહન રાશિના ચેક્સનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે વન એ સામાજિક સંપદા છે, પ્રકૃતિનું ધન એ માનવ જીવન માટે વરદાન છે. વન કર્મીઓ આ વન સંપદાનું રક્ષણ કરવાની સાથે લોકોને આ કામમાં જોડે છે.એમની સંનિષ્ઠ કામગીરી થી લોકોમાં વન વૈભવના રક્ષણની જાગૃતિ આવે છે અને લોકશક્તિ વનો અને વન્ય સંપદાના રક્ષણમાં જોડાય છે.
ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના પ્રબંધ નિયામકશ્રી એસ.કે.ચતુર્વેદીએ વનસ્પતિઓની અદભુત ઔષધીય ઉપયોગીતા અને નિરામય સમાજ બનાવવાની તાકાત પર પ્રકાશ પાડવાની સાથે લોકોને વૃક્ષ ઉછેર અને સંવર્ધનના કામમાં જોડાવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સામાજિક વનીકરણ વિભાગે ખાતાકીય નર્સરીઓ,મહિલા નર્સરીઓ મળીને ૭૦માં વન મહોત્સવ માટે વિવિધ રોપ ઉછેર કેન્દ્રોમાં કુલ ૩૧.૮૫ લાખ રોપા, કટિંગ અને ધરું તૈયાર કર્યા છે.રોપ ઉછેરની આ પ્રવૃત્તિ ગ્રામીણ પરિવારો અને મહિલાઓને રોજગારી આપે છે. મનરેગા હેઠળ પણ રોપ ઉછેર પ્રોત્સાહિત કરવામાં આવે છે. વડોદરા જિલ્લામાં મગર અને સરિશ્રુપો સહિત વન્ય જીવોના રક્ષણની ખૂબ સતર્ક કામગીરી વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.આ કામમાં વિભાગની નિષ્ઠા થી સારી એવી સંખ્યામાં સ્વયંસેવકો અને વન્ય પ્રાણી સેવા સંસ્થાઓ જોડાઈ છે. ઉત્તરાયણના પર્વે ઘાયલ પક્ષીઓને બચાવવાની ઉલ્લેખનીય કામગીરી વિભાગ દ્વારા લોક સહયોગથી કરવામાં આવે છે. તાજેતરના ભારે વરસાદ અને પૂર પ્રસંગે વડોદરા સહિત પડોશી જિલ્લાઓની વન વિભાગની ટીમોએ પડી ગયેલા વૃક્ષોને હટાવવાની અને વન્ય જીવોના રક્ષણની ઉલ્લેખનીય ફરજો બજાવી હતી.
સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી વિનોદ ડામોરે સહુને આવકાર્યા

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )