નવા પ્રવાસન આકર્ષણો ઉમેરાતા દિવાળીની રજાઓમાં “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં ૫૦ % વધારો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

એક વર્ષના સમયગાળામાં કુલ ૨૭,૧૭,૪૬૮ પ્રવાસીઓની મુલાકાત

અત્યાર સુધીમાં કુલ આવક વધીને રૂ. ૮૦.૬૫ કરોડ.

સરદાર પટેલની પ્રતિમાનું તા. ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ નાં રોજ રાષ્ટ્રાપર્ણ થયા બાદ, સ્ટેચ્યુને એક વર્ષ પૂર્ણ થયા બાદ પ્રથમ વર્ષમાં જ પ્રવાસીઓનો અવિરત ધસારો જોવા મળ્યો છે.

આ અંગે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ એક યાદીમાં જણાવ્યું છે કે -તા. ૧ નવેમ્બર ૨૦૧૮ થી તા. ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ સુધી એક વર્ષના સમયગાળામાં કુલ ૨૭,૧૭,૪૬૮ પ્રવાસીઓએ મુલાકાત લીધેલ છે.જયારે તા ૧૦/૧૧/૨૦૧૯ સુધીમાં કુલ ૨૯,૩૨,૨૨૦ પ્રવાસીઓએ મુલાકાત લીધેલ છે. આ પૈકી ૨,૯૧,૬૪૦ એટલે કે લગભગ ૧૦ ટકા જેટલા પ્રવાસીઓએ તો ફક્ત ચાલુ સાલે દિવાળીના તહેવારોમાં જ મુલાકાત લીધેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ સાલની દિવાળીની રજાઓમાં સરેરાશ પ્રતિ દિન ૧૪,૯૧૮ પ્રવાસીઓની સામે ચાલુ સાલે દિવાળીની રજાઓમાં સરેરાશ પ્રતિ દિન ૨૨,૪૩૪ પ્રવાસીઓ નોંધાયાછે.
ખાસ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અનેરા પ્રવાસન આકર્ષણો ઉમેરાયા હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં ૫૦.૪ % વધારોથયો છે
એકંદરે સરેરાશ પ્રવાસીઓની સંખ્યા ૯૦૬૩ પ્રતિ દિન નોંધાયેલ છે. જે પૈકી સામાન્ય દિવસોમાં સરેરાશ પ્રવાસીઓની સંખ્યા ૭૦૩૦ પ્રતિ દિન તથા વીકએન્ડ એટલે કે શનિ અને રવીવારે સરેરાશ પ્રવાસીઓની સંખ્યા ૧૩૦૭૧ થાય છે.
આવક ના આંકડા જોતા અત્યાર સુધીમાં સ્ટેચ્યુ ની કુલ આવક વધીને રૂ. ૮૦.૬૫ કરોડ થઈ છે
ઉપરાંત સ્ટેચ્યુ પર પ્રવાસીઓ માટે તાજેતરમાં કેવડીયા ખાતે તા. ૦૧/ ૦૯/ ૨૦૧૯ થી રીવર રાફ્ટીંગ તેમજ ૨૫/ ૧૦/ ૨૦૧૯ થી સાયક્લીંગ જેવી પ્રવૃતિઓ વિકસાવવામાં આવેલ છે. આ પ્રવૃતિઓનો ખાસ કરીને યુવા પ્રવાસીઓ હજારોની સંખ્યામાં ઉત્સાહભેર લાભ લઇ રહ્યા છે.
આ ઉપરાંત યુવા પ્રવાસીઓ માટે નાઇટ ટ્રેકીંગ, ક્લાઇમ્બીંગ વોલ, રેપલીંગ વોલ, ટુ-વે ઝીપ લાઇન વિગેરે પ્રવૃતિઓ ઝરવાણી ઇકોટુરીઝમ સાઇટ પર વિકસાવવામાં આવેલ હોવાથી પ્રવાસીઓની સંખ્યા ઉમટી રહી છે. દેશમાં પ્રથમ વાર કેવડિયા ખાતે નાઈટ ટુરિઝમ – રાત્રે મુખ્ય માર્ગ તથા તમામ પ્રોજેક્ટ અવનવી રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે.તે પણ રાત્રી નો અદભૂત નજારો જોવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ખાસ કરીને રાત્રે ઝગમગી ઉઠતાં છોડવાઓ અને પ્રાણીઓથી અદભૂત દેખાતો “ગ્લો ગાર્ડન” પણ સમગ્ર દેશમાં અજોડ છે જેને નિહાળવા દરરોજ ૪ થી ૫ હજાર પ્રવાસીઓ ઉમટે છે.આમ ખરેખર કેવડીયા એ પ્રવાસીઓ માટે એક અનેરુ આકર્ષણ સ્થળ બનવા પામેલ છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )