નર્મદાના ભાદરવા દેવ ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્તિકી પૂનમના ભાતીગળ મેળામાં ત્રણ રાજયો ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ની ત્રણ લાખની જનમેદની ઉમટી પડી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

લાખો શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન 1000 થી વધુ બધાના જવાનું પણ વિધિવત સ્થાપન : કાર્તિકી પૂનમને આદિવાસીઓએ દેવદિવાળી ઉજવી સ્વયંભૂ પ્રગટ થયેલા ભાથીજીદાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. : ભાદરવા મેળામાં આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન. : લાખો આદિવાસીઓએ ભાથુજી મહારાજના દર્શન કરી, કાગળ નો ઘોડો ચડાવી પોતાની બાધા આખડી માનતા પુરી કરી : ઢોલ, નગારા, ત્રાસા વગાડી કાગળના ઘોડા સાથે નાચ ગાન કરતાં હજારો યાત્રાળુઓના સંઘોના ધાડાસાથે ભાદરવા ખાતે શ્રદ્ધાનો ભકતી સાગર લહેરાયો. ; આદિવાસી ઓએ ઘોડાને દેવ તરીકે પૂજતા હોય દેવદિવાળીએ માટીના અને કાગળના તથા જીવતા ઘોડા દાદા ને અર્પણ કર્યા.: નવાપુર મહારાષ્ટ્ર થી આવેલા સંઘના યાત્રાળુઓએ જીવતો ઘોડો દાદા ને અર્પણ કર્યો.

નર્મદા જિલ્લામાં આદિવાસીઓના સૌથી મોટા ગણાતા ભાદરવાના મેળામાં આજે કાર્તિકી પૂનમે શ્રદ્ધાનો ભકતી સાગર લહેરાયો હતો. આદિવાસી સંસ્કૃતિના સુભગ દર્શન કરાવતા કાર્તિકી પૂનમે ભાથુજી દાદા ની ટેકરી પર આવેલા મંદિરે કાર્તિકી પૂનમનો ભવ્ય મેળો ભરાયો હતો. જેમાં ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ની ત્રણ લાખ જેટલી જનમેદની ઉમટી હતી. આજે લાખો શ્રદ્ધાળુઓએ નર્મદામાં ડુબકી લગાવી નર્મદા સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. કાર્તિકી પૂનમે નર્મદા સ્નાનનો વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી લોકો ખાસ નર્મદા સ્નાન કરવા આવ્યા હતા, ગઇ રાતથી ભાદરવા પહોંચી ગયેલા આદીવાસીઓએ આજે વહેલી સવારે ગોરા પુલ નીચે આવેલ નર્મદા નદીમાં પવિત્ર નર્મદા સ્નાન કરી ભાથીજી દાદાના દર્શન કરી પોતાની બાધા આખડી માનતા પુરી કરી હતી. ગઈકાલથી શરૂ થયેલા જવારા સ્થાપનમાં બે દિવસમાં આજે કુલ 1000 થી વધુ બધાના તથા ખુશીના જવાળાઓ નું વિધિવત સ્થાપન મંદિરમાં કર્યું હતું. અહી બધાના અને ખુશીના જવાનું સ્થાપનાનો વિશેષ મહત્વ છે. અહીં મેળામાં આદિવાસી શ્રદ્ધાળુઓ માથે જવારા ના ટોપલા લઈને પોતાની બાધા પૂરી કરવા આવે છે, અહી લોકો ખુશીના તેમજ બાધા ના જવારા નુ મંદિર સ્થાપન કરે છે.
300 ફૂટની ઊંચાઈએ આવેલા ભાદરવા ટેકરી પર ભાથીજી દાદાના દર્શન કરવા અને પોતાની બાધા આખડી માનતા પુરી કરવા લાખ્ખોની સંખ્યામાં આદિવાસી શ્રદ્ધાળુઓના પગપાળા સંઘો દ્વારા માનવ મહેરામણ લાંબી લાંબી કતારો ઉમટી પડ્યો હતો, વહેલી સવારથી ઢોલ, નગારા વગાડતા કાગળ ના ઘોડા સાથે નાચગાન કરતા ભાદરવા આવી પહોંચ્યા હતા. વહેલી સવારે પૂનમે નર્મદા સ્નાન કરી ભાથીજી દાદાના મંદિરે માથા ટેકી, સફેદ કપડાનો શણગારેલો ઘોડો, પ્રસાદ, નારિયેળ વગેરે ચડાવી પોતાની બાધા-માનતા પૂરી કરી હતી, બધાના તેમ જ ખુશીના જવારા ચડાવી ભાથીજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આજે દેવદિવાળી પણ હોવાથી આદિવાસીઓ અહીં ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક અહીં માટીના ઘોડા ખરીદી ભાથીજી દાદાના મંદિરે ઘોડો ચઢાવી પોતાની બાધા પૂરી કરવાની માન્યતા હોય દેવદિવાળીએ માટીના ઘોડા દાદા ને અર્પણ કર્યા હતા. અહીં આદિવાસીઓ ઘોડાને દેવ તરીકે પૂજે છે તેથી કાગળનો ઘોડો બનાવીને તો, કેટલાક માટીના ઘોડા ખરીદી ભગવાનને અર્પણ કરે છે, આજે દેવ દિવાળી એ અસંખ્ય ઘોડા દેવને ચડાવ્યા હતા, ત્યારે નવાપુરા મહારાષ્ટ્રથી આવેલા યાત્રાળુઓએ જીવતો ઘોડ઼ો દાદાને અર્પણ કરી પોતાની બાધા પૂરી કરી હતી. અહીં ભાથુજી દાદા પ્રત્યેની શ્રદ્ધા નામ દર્શન અભિભૂત થયા હતા.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )