ગુજરાતની રાજકીય ગાથા પુસ્તક ડિસેમ્બર 2018માં પ્રકાશિત થયું છે. એક વર્ષ પછી તેમાં કોંગ્રેસે વિવાદ કરવાનું કારણ શું છે ? કોંગ્રેસનો ઈરાદો શું છે ? – ભરત પંડયા
કોંગ્રેસ વારંવાર “ભગવાકરણ” શબ્દ કેમ વાપરે છે ?
તેને વિવાદીત કરીને અપમાનિત કરવાનો પ્રયાસ કેમ કરે છે ? – ભરત પંડયા
—————–
ભાજપ દ્વારા કોઈ “ભગવાકરણ” કરવાનો પ્રયાસ નથી પરંતુ દરેક વિષયને, દરેક ઘટનાને, “કોંગ્રેસીકરણ” કરીને કોંગ્રેસે “ભગવા”ને બદનામ કરવાનો કૂપ્રયાસ કરે છે. – ભરત પંડયા
—————–
ભગવો એ“વસુદેવકુટુંબકમ્” વિશ્વનાં કલ્યાણનું પ્રતિક છે, ત્યાગ,તપશ્ચર્યા અને બલિદાનોનું પ્રતિક છે,
ભગવો એ પ્રકૃતિ, સંસ્કૃતિ અને પવિત્રતાનું પ્રતિક છે અને ત્રિરંગામાં “શૌર્ય”નું પ્રતિક છે.
—————–
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતાશ્રી ભરત પંડયાએ ગુજરાતની રાજકીય ગાથા પુસ્તક વિષે કોંગ્રેસે કરેલા નિવેદન સામે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની રાજકીય ગાથા પુસ્તક ડિસેમ્બર 2018માં પ્રકાશિત થયું છે. લગભગ એક વર્ષ પછી તેમાં કોંગ્રેસે વિવાદ કરવાનું કારણ શું છે ? કોંગ્રેસનો ઈરાદો શું છે ? તે ખબર પડતી નથી.આ પુસ્તકમાં 1960 થી 2017 સુધીની મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ, સિદ્ધીઓનું વર્ણન છે. જે તે રાજકીય આંદોલનો અને ઘટનાક્રમોનો સમાવેશ થાય છે. ગુજરાતનો રાજકીય ઈતિહાસ, ગાથા અને ઘટનાક્રમોને બતાવવાનો પ્રયાસ થયો છે. ક્યાંક તુલનાત્મક અભ્યાસ કરવાનો પ્રયાસ કરાયો છે. પરંતુ, તેમાં કોઈને ખરાબ ચીતરવાનો ઈરાદો નથી.
શ્રી પંડયાએ વઘુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ વારંવાર “ભગવાકરણ” શબ્દ કેમ વાપરે છે ? તેમને ભગવાકલરથી એલર્જી કેમ છે ? ભાજપ દ્વારા કોઈ “ભગવાકરણ” કરવાનો પ્રયાસ નથી પરંતુ દરેક વિષયને, દરેક ઘટનાને, “કોંગ્રેસીકરણ” કરીને “ભગવા”ને બદનામ કરવાનો કૂપ્રયાસ કરે છે.
શ્રી પંડયાએ જણાવ્યું હતું કે, ભગવો એ“વસુદેવકુટુંબકમ્” વિશ્વનાં કલ્યાણનું પ્રતિક છે, ભગવો એ ઈતિહાસની પરંપરાનું પ્રતિક છે, ભગવો એ ત્યાગ, તપશ્ચર્યા અને બલિદાનોનું પ્રતિક છે, ભગવો એ જ્ઞાન અને સેવાનું પ્રતિક છે, દરેક મંદિરની ધજા ભગવી છે. પૂ.સંતોની ઓળખ ભગવો છે. સૂર્યનું ઉગવું અને આથમવું એ ભગવો છે, ભગવો એ પ્રકૃતિ, સંસ્કૃતિ અને પવિત્રતાનું પ્રતિક છે, ભગવો એ ત્રિરંગામાં “શૌર્ય”નું પ્રતિક છે. ત્યારે કોંગ્રેસ વારંવાર “ભગવા” શબ્દને વિવાદીત કરીને અપમાનિત કરવાનો પ્રયાસ બંધ કરે તેવી શ્રી પંડયાએ નમ્ર અપીલ કરી હતી.