રાજપીપલા ની ચાલુ કોર્ટના જેલના કેદીએ જજને સુસાઈડ નોટ આપી ભરી કોર્ટ મા જજ ની સામે જ ગજવામાથી બોટલ કાઢી ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરવાની કોશિશ કરતા ચકચાર
Spread the love
કોર્ટ રૂમમાંજ દોડધામ મચીગઈ : જજ ના આદેશથી કેદીને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ.કરાયા : સુસાઈડનોટ મા કેદી ને જેલ નો સિપાહી હેરાન કરતો હોવાની ફરિયાદ : જજે આપ્યા તપાસ ના આદેશ
રાજપીપલા ની ચાલુ કોર્ટના જેલના કેદીએ જજની હાજરી મા સુસાઈડ નોટ આપી ભરી કોર્ટ મા જજ ની સામે જ ગજવામાથી બોટલ કાઢી ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરવાની કોશિશ કરતા ચકચાર મચી જવા પામી હતી.જેને કારણે કોર્ટ રૂમમાંજ દોડધામ મચીજવા પામી હતી .આ ઘટનાથી ખુદ ડઘાઇ ગયેલા જજે કેદીને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવાનો આદેશ કરતા ગઈ કાલે કેદી ને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાંદાખલ કરાયો હતો
નર્મદા જિલ્લામાં પહેલી વાર ભરી કોર્ટમા જજ સામેકેદી દ્વારા ઝેરી દવાપી ને આત્મહત્યા કરવાના બનાવે સૌને અચંબિત કરી દીધા છે .રાજપીપળા નજીક જીતનગર નીજિલ્લા જેલ મા છેલ્લા દોઢ વર્ષથી નારકોટીક્સના ગુનામાં કાચા કામનો કેદી તરીકેસજા ભોગવતો રાજસ્થાનના ઇંટવાળા ગામનો નો રહેવાસી 21 વર્ષીય રમેશ હેમારામ બિસ્નોઈએ આ પરાક્રમ કર્યુ છે .આ કેદી ને શુક્રવારે એણે કોર્ટમાં તારીખ ભરવા જવાનું હતું.તેથી તારીખ ભરવા ગયોહતો પણ પરંતુ જેવો તે કોર્ટમાં પહોંચ્યો કે તરત એણે જજને કહ્યું “લો સાહેબ આ મારી સ્યુસાઇડ નોટ” અને પછી પોતાના ખિસ્સા માંથી DDT પાવડરનું લિકવિડ કાઢ્યું અને જજ સામે જ ગટગટાવી ગયોહતો .આ ઘટનાથી ખુદ જજ પણ ડઘાઈ ગયા હતા અને કોર્ટ રૂમમાંજ દોડધામ મચી જવા પામી હતી અને તાત્કાલિક કેદી ને ચાપતા પોલીસ બંદોબસ્ત સાથે જપ્તાના પોલીસ જવાને એને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જઈ દાખલ કરી દેવો પડ્યો હતો .તબીબોએ તેને બચાવી લીધો હતો આ ઘટના નગરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો .કે કેદીને સુસાઈડ નોટ સાથે આત્મહત્યા કરવાની ફરજ કેમ પડી ? સુસાઈડ નોટ મા કેદીએ શુ લખ્યુ હતુ ? જેવા પ્રશ્નો ચર્ચાયા હતા
તપાસ કરતા માલુમ પડયુ કે આ કેદીને છેલ્લા ત્રણ ચાર મહિનાથી એક સિપાહી દ્વારા તેને માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. જેથી કંટાળી ગયો હતો .જોકે આ અંગે કોઇ ફોડ પાડવા તૈયાર નથી .નર્મદા જિલ્લા જેલના કેદી હેમારામ બિસ્નોઈએ જજની સામે ઝેરી દવા પી આત્મ હત્યા કરવાની કોશિશ કરી હતી,જેમાં એણે જજને જેલના એક સિપાહીનું નામ ટાંકી સુસાઇનોટ પણ આપી દેતા હવે આ ગંભીર બનેલો પ્રશ્ન તપાસ નો વિષય બન્યો છે
આ કેદી હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે પણ આ ઘટનાએ સૌના જીવ અધ્ધર કરી દીધા હતા.એ સ્યુસાઇડ નોટમાં જેલના સ્ટાફના એક સિપાહી દ્વારા રોજ બરોજ સારીરિક માનસિક ત્રાસ અપાતો હોય જેનાથી કંટાળી ગયો હતો પરંતુ સુરક્ષાને લઈને કશુ કરી શકતો નહોતો એ બાબત લખી હોવાનું હાલ તો ચર્ચાઈ રહ્યું છે,જોકે ખરેખર સ્યુસાઇડ નોટમાં શુ લખ્યું છે એ તો સ્યુસાઇડ નોટ હાથમાં આવ્યા બાદ જ ખબર પડે.
આ અંગે જીતનગર જેલ ના અધિક્ષક ગમારા એ આ અંગે જણાવ્યુ હતુ કે આ જેલ મા છેલ્લા એક વર્ષથી કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો .તેનુ પુરૂ નામ રમેશ ઉર્ફે ગણપત હેમારાય બિષ્ણોઇ (ઉ .વ 24)છે જેને સાગબારા ખાતેથી એક વર્ષ પહેલા ગાંજો વેચવાના નાર્કોટીક્સ એક્ટ ના ગુનામાં ઝડપાયોહતો તેની સામે રાજપીપલા કોર્ટમા કેસ ચાલી રહ્યો છે ગઇકાલે તેના કેસની તારીખ હતી ત્યારે તેને કોર્ટ મા હાજર કર્યા હતા ત્યારે તેણે જજ સામે દવા પીવાનુ નાટક કર્યુ હતુ
આ કેદી આંતરરાષ્ટ્રીય ગુનેગાર છે આ અગાઉ પણ બાંગ્લાદેશ ની બોર્ડર માલદાની જેલ મા જઈ આવેલો ખતરનાક કેદી છે
જેલમાં કેદીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અને સાફ સફાઈનું કામઅને જંતુનાશક દવા તરીકે ડીડીટી પાવડર છાંટવાનું કામ ચાલતુ હતુ ત્યારે આ કેદીએ ડીડીટી પાવડર ભેગુ કરી કાગલની પડીકી બનાવી છુપાવી દીધી હતી અને એક બોટલ મા પાણીમાં આ ડીડીટી પાવડર ભેલવી બોટલ ભરી રાખી જજ સામે દવા પીવાનુ સ્ટંટ ઉભુ કર્યુ હતુ
આ અંગે સમગ્ર પ્રકરણ કેદીએ ઊભો કરેલ સ્ટંટ હોવાનુ જણાવતા જેલર ગમારીયા એ જણાવ્યુ હતુ કે જેલમાં દરેક કેદીઓ નીસિપાહી દ્વારા જડતી લેવામા આવે છે ત્યારે જેલના સિપાહી જયેશગિરિ એ તેની પણ જડતી લીધી હતી તેના બીસ્ત્રાવગેરે ચેક કરાયા હતા આ કેદી જેલમાંથી ભાગવાનની ફિરાકમાં મા હોવાથી સિપાહી સાથે ઝગડો કરતો અને દવાખાના મા દાખલ કરવાનું બહાનુ શોધતો હતો આ માટે તેણે કોર્ટ મા ડીડીટી પાવડર વાલી દવા પીવાનુ સ્ટંટ કર્યુ હતુ એ બહાને હાલ કેદી બીજે દિવસે પણ રાજપીપલા સિવિલ હોસ્પિટલ મા સારવાર માટે દાખલ હતો ફરજ પરના તબીબે તેની તબિયત સારી હોવાનુ જણાવ્યુ હતુ આ કેદી ભાગી ન જાય તે માટે હોસ્પિટલ મા પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો તેને બોટલ ચઢાવવામા આવ્યા હતા .
આ અંગે જેલ અધિક્ષક ગમારા એ મુલાકાત મા વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે આ ઘટના પછી જેલમાં તેની સાથે રહેનારા કેદીઓ ના લેખિત નિવેદન લેવામા આવ્યા છે જેમા તેના વર્તન વિશે કેદીઓએ નિવેદનો આપ્યા છે .આ અંગેનો લેખિત રિપોર્ટ તેમની હેડ ઓફિસ અમદાવાદ ખાતે રિપોર્ટ કર્યો હોવાનુ જણાવ્યુ હતુ .આ અંગે કોર્ટ વર્તૂલો માથી મલેલ માહિતી અનુસાર રાજપીપલા ની એડીસનલ સેશન્સ કોર્ટમા આ કેદી ને કોર્ટની તારીખ હોવાથી તેને જેલ માથી પોલીસ જાપ્તા સાથેજીતનગર જેલ માથી રાજપીપલા કોર્ટ મા લાવવામા આવ્યો હતો જેમા કેદી ને કોર્ટ મા રજૂ કરતા તેણે પોતાના ખિસ્સામાથી સુસાઈડ નોટ ચિઠ્ઠી કાઢી હતી અને જજ ને ચિઠ્ઠી આપવા માંગતા હોઈ જજે કેદી ના હાથે ચિઠ્ઠીલેવાની ના પાડી હતી તેથી બીજા દ્વારા આ ચિઠ્ઠીજજ ને આપત જજે ચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યુ હતુ જેમા આ કેદી ને જેલના એક સિપાહી દ્વારા હેરાન કરવાની ફરિયાદ કરી હતી .જજ આ ચિઠ્ઠીપૂરી વાંચે તે પહેલા જ કેદી એ ખિસ્સામાં છુપાવેલી ડીડીટી ની દવાની બોટલ કાઢી દવા જજ ની સામે ભરી કોર્ટમા ગટગટાવીજતા કોર્ટ મા સન્નાટો વ્યાપી ગયો હતો .આ ઘટનાથી સ્તબ્ધ બનેલા જજે તત્કાલીક આ કેદી ને સારવાર માટે રાજપીપલા સિવિલ હોસ્પિટલ મા દાખલ કરવાનો હુકમ કરતા તેને પોલીસ જાપ્તા સાથે તેને રાજપીપલા સિવિલમા દાખલ કરી દેવાતા તેને સારવાર આપવામા આવી હતી .
બીજી તરફ સેશન્સ જજે ચિઠ્ઠી વાંચ્યા પછી ખરેખર કેદી સાથે જેલના સિપાહી દ્વારા હેરાન કરવાનો બનાવ બન્યો છે કે નહી તેની તપાસ કરવા ના આદેશ પણ કર્યા હતા અને તેની સામે જેલ ના અધિક્ષક ગમારા એ જેલના અન્ય કેદીઓ ના લેખિત નિવેદન લીધા હતા
આ અંગે નર્મદા બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ વંદના ભટ્ટે જણાવ્યુ હતુ કે રાજપીપલા નિ કોર્ટ ના ઇતિહાસ મા આ પહેલો બનાવ છે જેમા કોઇ કેદી એ જજની સામે ઝેરી દવા પીધી હોય .
આ અંગે રાજપીપલા પોલીસ મથક મા પીએસઆઈ સીદ્દીકી એ જણાવ્યુ હતુ કે આ કેદી ને અને ઘટના બન્યા પછી જજ સાહેબ ના આદેશ થઈ રાજપીપલા સિવિલ હોસ્પિટલમા સારવાર માટે દાખલ કરાયા છે હવે આ કેસ ના સત્યતા તપાસવા આગલની કાર્યવાહી હાથ ધરાશે
આ બનાવ પછી જેલમા કેદીઓ ની સુરક્ષા અને કેદીઓ ની હરકતો અંગે ઘણા સવાલો ઉભા થયા છે જેમા કેદી ને ઝેરી દવા કેવી રીતે મલી ? તેના ખિસ્સા મા દવાની બોટલ ક્યાંથી આવી ? કેદી એ સુસાઈડ નોટ ક્યારે લખી ? એ માટે તેની પાસે કાગલ અને પેન ક્યાંથી આવ્યા? અને જેલમાથી કેદી ને ચેક કર્યા વગર કોર્ટ મા કેવી રીતે જવા દેવાયો , ગજવામાં ચિઠ્ઠી અને દવાની બોટલ હતી તો તે ચેક કેમ ના કરાઈ ? આ વધી હકીકતે ઘણા સવાલો ઉભા કર્યા છે !
તસવીર : જ્યોતિ જગતાપ , રાજપીપલા
CATEGORIES રોજીદા સમાચાર