ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માં થતા બેફામ અને આડેધડ પાર્કિંગને લઈ અડચણ રૂપ વાહનો ને આરટીઓનો મેમો અપાયો
રિતિક સરગરા……………મનમંચ ન્યૂઝ, અંબાજી
ગુજરાતના મોખરાનું યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી પોલીસ ના જવાનો દ્વારા અંબાજીના જાહેર માર્ગો પર અડચણરૂપ વાહનો અને ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનો ડિટેઇન કરી આર.ટી.ઓ.નો મેમો ફટકાર્યો ગુજરાતનું મોખરાનું યાત્રાધામ અંબાજી એ ગુજરાતનું નહીં પર ભારત દેશનું એક પવિત્ર ધામ છે અહીં દેશ વિદેશી માંથી માં અંબે ના દર્શન કરવા માટે માઈ ભક્તો અંબાજી આવતા હોય છે ત્યારે અંબાજીના જાહેર માર્ગો ઉપર જે બેફામ રીતે વાહનો ને પાર્કિંગ કરતા હોય અને અમુક તત્વો દ્વારા જે આ ગાડીઓને બેફામ રીતે પાર્કિંગ કરાવે છે તેને લઈને અંબાજી પી.આઈ જે.બી અગ્રાવત અને અંબાજી પોલીસ સ્ટાફની સમગ્ર ટીમ દ્વારા બેફામ મને અડચણરૂપ થતા વાહનોને આર.ટી.ઓ મેમો અપાયો અંબાજી બસ સ્ટેન્ડ થી લઈ અંબાજી મંદિર નાં મુખ્ય શક્તિ દ્વાર સુધી વેપારીઓ દ્વારા કરાયેલા દબાણો પણ અંબાજી પોલીસ ની ટીમ દ્વારા દૂર કરવા માં આવ્યા અને નો પાર્કિંગ ઝોન જાહેર કરેલો છે ત્યાં કોઈજ જાતનું દબાણ કે વાહન પાર્કિંગ ન કરાવે એવી કડક શબ્દોમાં પોલીસ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી તેમ છતાય જો કોઈએ ગેરકાયદેસર દબાણ કે વાહન પાર્કિંગ કરાવવામાં આવશે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માં આવશે તેવુ જે.બી અગ્રાવત અંબાજી પોલીસ ઇન્સ્પેકટર એ જણાવ્યું હતું .