છોટાઉદેપુર જિલ્લા ભાજપાનું નૂતનવર્ષ કાર્યકર્તા સ્નેહમિલન યોજાયું
મનમંચ ન્યૂઝ….. પરિમલ પટેલ દ્વારા
છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી ઘ્વારા જિલ્લાનું નૂતનવર્ષ સ્નેહ મિલનનો કાર્યક્રમ બોડેલી ખાતે એપીએમસીમાં સવારે ૧૦ કલાકે રાખવામાં આવ્યો હતો
જેમાં જિલ્લા પ્રભારી રાજેશભાઈ પટેલ,છોટાઉદેપુર લોકસભા સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા,સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી ,પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવા,પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા,જિલ્લા અધ્યક્ષ જસુભાઈ રાઠવા,મહામંત્રી મુકેશભાઈ પટેલ,વિરેન્દ્રસિંહ રાજપરમાર બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ બારીયા,સંખેડા તાલુકા અંચાયત પ્રમુખ અરુણાબેન તડવી ,જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા રસ્મિકાન્ત વસાવા,રાજેશભાઈ વડેલી સહીત જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ ,કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી સમૂહમાં વંદેમાતરમ ગીત ઘ્વારા કરવામાં આવી ત્યારબાદ મહાનુભાવોનું ખેસ પહેરાવી,પુષ્પગુચ્છ આપી કરવામાં આવ્યું જિલ્લા અધ્યક્ષ જસુભાઈ રાઠવા ઘ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું સંખેડા ધારાસભ્યએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું કે ગુજરાતની વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સરકારે અનેક યોજનાઓ થકી પ્રજાજનોને લાભ અપાવ્યો છે સેવસેતુના કાર્યક્રમો થકી બહેનોને ,દીકરીઓને,વૃદ્ધાઓના વિવિધ યોજનામાં ફોર્મ ભરી તાત્કાલિક ઓર્ડરો આપી લાભ આપ્યા છે દરેક કાર્યકર્તાઓને ટકોરતાં જણાવ્યું કે હું દરેક કાર્યક્રમમાં હાજરી આપી લાભ અપાવું છું પરંતુ આ કાર્ય મારુ એકલાનું કે પદાધિકારીઓનું નથી ?દરેક ગામમાં રહેતા કાર્યકર્તાઓનું પણ છે જો દરેક કાર્યકર્તાઓ પોતાની જવાબદારી સમજી ગામના જરૂરીયાતમંદ નું કામ કરે તો તેનો લાભ પાર્ટી અને કાર્યકર્તાઓને જ મળશે હાલમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે રેતી કંકરની અંદાજે ૩ કરોડની ગ્રાન્ટ કોંગ્રેસના સત્તાધીશોએ વહેંચી લીધાની જગ્યાએ ભાજપવાળાએ વહેંચી લીધી એવી જીભ લપસી જતા કાર્યકરોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું પૂર્વ સાંસદ રામસિંહભાઈએ તમામ કાર્યકરોને એકજુથ થઈને આવનારી ચૂંટણીઓમાં ભાજપાને જીતાડવા આહવાન કર્યું હતું સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાએ સંસદીય વિસ્તારના અનેક પ્રશ્નોની રજૂઆત ભારત સરકારમાં કરી પ્રજાની સુખાકારી કાર્યોની રજૂઆત કરી છે અને વિસ્તારનો હંમેશા વિકાસ થાય તેવા પ્રયત્નો પણ કરી રહ્યાની વાત કરી હતી છોટાઉદેપુર શહેર સહીત ૭ તાલુકાના નવા નિમાયેલા પ્રમુખ,મહામંત્રીઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી આમ જિલ્લાના સ્નેહ મિલનમાં જિલ્લા,તાલુકાના તમામ કાર્યકર્તાઓનો જિલ્લાના પ્રમુખ,મહામંત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો