ભારતના વડાપ્રધાન ના જન્મ દિન નિમિતે હાલોલ માં મેડિકલ કેમ્પ નું આયોજન કરાયું : સરકારના મંત્રી જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા
કિરણ ગોહિલ હાલોલ દ્વારા
આજ રોજ તારીખ 17/09/2019 આપણા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ નિમિત્તે તથા ભારત વર્ષના એક ઐતિહાસિક નિર્ણય ૩૭૦ મી કલમ દૂર કરવાના નિર્ણયના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં એકસાથે 370 મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તે અંતર્ગત પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એકસાથે 21 મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં હાલોલ ખાતે મેગા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતુ.અહી વિવિધ નિષ્ણાંત ડોક્ટર શ્રી ઓ જેવા કે હૃદયરોગ , કેન્સર , હાડકાના સર્જન , આંખના , જનરલ ફિઝિશ્યન , આયુર્વેદિક અને હોમિયોપેથીકના ડોક્ટરઓએ સારવાર આપી હતી.. સમગ્ર કેમ્પનું ઉદઘાટન હાલોલ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ.આ સેવા સપ્તાહમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રદર્શન તેમજ એક દિવ્યાંગ બાળકને વીલ ચેર પણ માન.મંત્રી શ્રી ની હાજરીમાં અર્પણ કરવામાં આવી હતી સાથે સાથે માનનીય મંત્રી શ્રી ના વરદ હસ્તે મા અમૃતમ કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું તથા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતુ.આવા અન્ય કેમ્પ સફળ બનાવવા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ સંગઠન અને જિલ્લાના માર્ગદર્શનમાં ડોક્ટર સેલ ટીમ
શ્રી યોગેશભાઈ પંડ્યા સાથે હાલોલ ભારતીય જનતા પાર્ટી નગર પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ ઠક્કર તથા સંગઠનના તમામ હોદેદાર શ્રીઓ , નગર પાલિકા પ્રમુખ શ્રી સુભાષભાઇ પરમાર તથા તમામ નગરપાલિકાના સભ્યશ્રીઓ, મહામંત્રી શ્રી વિનોદભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચા મહામંત્રી શ્રી રવિન્દ્રસિંહ ઠાકોર તથા નગર યુવા મોરચાના તમામ કાર્યકર્તાશ્રીઓ , કાર્યક્રમના ઈન્ચાર્જ ડોક્ટર સંજય ભાઈ પટેલનો અથાક પરિશ્રમ હતો.
આ ફ્રી મેગા મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.હાલમાં 350 થી 400 જેટલા દર્દીઓએ લાભ લીધો તથા પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શનમાં આ કેમ્પ ખૂબ જ સફળ રહ્યો