નર્મદા જિલ્લાની 17 શહીદ ગુજરાતભરની 2300 રાજપુતાની તલવાર રાસ રમી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો
જામનગરના ધ્રોલ ખાતે એક ઐતિહાસિક ભૂચરમોરીના મેદાનમાં નર્મદા જિલ્લાની 17 શહીદ ગુજરાતભરની 2300 રાજપુતાની તલવાર રાસ રમી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
રાજપીપળાની 17 રાજપુતોની દિકરીઓએ નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું.
રાજપૂત મહિલાઓએ કાઠિયાવાડની શોર્યગાથા અને તલવારથી વર્ણવી નારીશક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રાજપૂત મહિલાઓએ પૂરું પાડ્યું
ગુજરાતની ધરતી પર 2300 રાજપુતાણી એક વર્લ્ડ રેકોર્ડ કાયમ કર્યો.અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તેમજ મહિલા સમાજ દ્વારા છેલ્લા 28 વર્ષથી શરણાર્થી ના રક્ષા કાજે હજારો સહિત વહોરનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. તાજેતરમાં બે દિવસ પહેલા 23 મી ઓગસ્ટે ભુચરમોરી ધ્રોલ ખાતે યોજવામાં આવેલ ઐતિહાસિક કાર્યક્રમ એકી સાથે 2300 જેટલી રાજપૂતાની ઓએ સમૂહમાં તલવારબાજી નું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં નર્મદા જિલ્લાની હીનાબેન રાઉલજી ની આગેવાનીમાં ૧૭ જેટલી રાજપૂતોની દીકરીઓએ ભાગ લઈને તલવારબાજીના અલગ અલગ કરતબો બતાવ્યા હતા. અને રાજપૂત મહિલાઓએ કાઠીયાવાડીની શોર્યગાથા ને તલવારથી વર્ણવી નારીશક્તિનો ઉત્કૃષ્ટ ઉદાહરણ રાજપૂત મહિલાઓએ પૂરું પાડ્યું હતું. ભૂચરમોરી મેદાનમાં સાતમના દિવસે દર વર્ષે મેળો યોજાય છે. પૂર્વ વડા અને કેન્દ્રીયમંત્રી વી.કે.સિંહ ઉપસ્થિત રહ્યા હતા. તેમને જણાવ્યું હતું કે જામનગરના ધ્રોલ ખાતે એસટી હાસિક ભુચરમોરી રણમેદાનમાં નર્મદા જિલ્લાની 17 સહિત ગુજરાતભરની 2300 રાજપુતાની ઓ એ તલવાર રાસ રમી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી નવો રેકોર્ડ સ્થાપિત કરતા નર્મદા જિલ્લા સહિત ગુજરાત નું નામ રાજપૂતોની દીકરીઓએ રોશન કર્યું છે જે અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
રાજપીપળાની ના હિના રાઉલજીએ જણાવ્યું હતું કે આ તલવાર રાસ માટે રાજ્યના 16 જિલ્લાની 13 થી 52 વર્ષની કુલ 2300 મહિલાઓને તાલીમ આપવામાં આવી હતી. જેમાં મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, ગોંડલ, રાજકોટ, જામનગર અને ધ્રોલ સહિતના શહેરોમાં તાલીમ કેન્દ્ર પણ તાલીમ આપવામાં આવી હતી. આ મહિલાઓ છેલ્લા એક મહિનાથી પ્રેક્ટિસ કરી રહી હતી. ભૂચરમોરીના યુદ્ધનો ઐતિહાસિક ઇતિહાસ બહુ ગૌરવવંતો છે જેમાં જામનગર જિલ્લાના ધ્રોલ પાસે એક ઐતિહાસિક મેદાન ભુચર મોરી ખાતે મહા સંગ્રામ ખેલાયો હતો. કાઠીયાવાડની ખમીરતી ધરતી ઉપર ખેલાયેલા મોટા યુદ્ધ પૈકીનું એક ભુચરમોરી યુદ્ધ હતું. વિક્રમ સવંત 1648 માના મહા યુદ્ધ થયું હતું. શરણે આવેલા ગુજરાતના છેલ્લા બાદશાહ મુઝફરશાહ (ત્રીજા)ને બચાવવા જામનગર જામ શ્રી સતાજીએ દિલ્હીના બાદશાહ અકબર સામે આ મહાસંગ્રામ ખેલ્યો હતો. તેની યાદમાં શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આ કાર્યક્રમ યોજી વર્લ્ડ-રેકોર્ડ કરતા નર્મદાની તમામ 17 બહેનોને રાજપૂત સમાજ દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ :.જ્યોતિ જગતાપ, રાજપીપળા