નર્મદા નિગમ – સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જિલ્લા પંચાયતના પ્રેરસહયોગ-પ્રોત્સાહનથી  ગરૂડેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાના અંદાજે ૧૯૩૨ જેટલાં વિદ્યાર્થીઓએ  કેવડીયા ખાતે  સ્ટેચ્યુ ઓફ યુનિટી અને  ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્કની લીધી ઉત્સાહભેર મુલાકાત

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

શાળાના બાળકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત પોષણ સંદર્ભે ગમ્મત સાથે મેળવ્યું માહિતીસભર : ચિલ્ડ્રન પાર્કમાં ગેમઝોનની વિવિધ ગેમ્સનો ભરપૂર લાભ : લઇ નિઃશૂલ્ક પ્રવાસને વિદ્યાર્થીઓએ બનાવ્યો યાદગાર પ્રવાસ : જિલ્લા પ્રશાસનની અભિનવ પહેલને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ-વાલીઓમાં એક અનેરા : આવકાર-ઉત્સાહ-આનંદની લાગણી સાથે સાંપડ્યો ભવ્ય પ્રતિસાદ

સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના મેનેજીંગ ડિરેક્ટર અને ગુજરાતના વન વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાના માર્ગદર્શન અને પ્રેરણાથી તેમજ નર્મદા જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમના માર્ગદર્શન અને સહયોગથી નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાઓના અંદાજે ૧૯૩૨ જેટલા વિદ્યાર્થીઓને તાજેતરમાં તા. ૨૭ મી થી તા. ૨૯ ડિસેમ્બર, ૨૦૧૯ દરમિયાન સુધી કેવડીયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ચિલ્ડ્રન – ન્યુટ્રીશન પાર્કની મુલાકાતનો નિઃશુલ્ક પ્રવાસ કરાવાયો હતો. આમ, જિલ્લા પ્રશાસને કરેલી અભિનવ પહેલને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ-વાલીઓમાં એક અનેરા આવકાર-ઉત્સાહ-આનંદની લાગણી સાથે તેને ભવ્ય પ્રતિસાદ સાંપડ્યો છે. ઉક્ત ત્રણ દિવસ દરમિયાન કેવડીયા કોલોની ખાતે જુદા જુદા સમયે નિયત કરાયેલા સ્લોટ મુજબ ગરૂડેશ્વર તાલુકાના ગામોની પ્રાથમિક શાળાના શિક્ષકગણની હાજરીમાં આ પ્રવાસ યોજાયો હતો, જેમાં ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. નિપાબેન પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચીનભાઇ શાહના નેતૃત્વ હેઠળ આ સમગ્ર પ્રવાસના સુચારા આયોજન સાથે તેનું મોનીટરીંગ કરાયું હતુ.

ચિલ્ડ્રન – ન્યુટ્રીશીયન પાર્કમાં મેરાફોર્મ ઇન્ડીયા કંપનીના અંકીત માથુરે આ જોય ટ્રેનના પ્રવાસમાં જોડાઇને ફળ-શાકભાજી ગૃહ સ્ટેશન ખાતે વ્યક્તિને પોતાના આરોગ્ય-સ્વાસ્થ્ય સુખાકારી માટે ઋતુ પ્રમાણે ફળફળાદિ અને શાકભાજીનો ઉપયોગ, બાસ્કેટ બોલની ગેમ સહિત ખેતીની જાણકારી માટે પણ ઉપયોગી બાબતો અંગેની ગેમ્સ, પાયોનગરી સ્ટેશનમાં દુધ અને દુધની બનાવટ, દુધના ફાયદા, દહીં-પનીર, છાશ, માખણ, યોગર્ટ વગેરેના લાભો, અન્નપુર્ણા સ્ટેશન ખાતે મમ્મીના હાથે બનેલા ભોજનનું મહત્વ ઉપરાંત બાળકોને ખુખ જ મઝા પડે અને બાળકોમાં ગમ્મત સાથે પોષણ અંગેના જ્ઞાનમાં વધારો થાય તેવી પ્લેટ રાઇટ અને સ્પાઇસ રાઇટમાં પોષણ અંગે ક્લીક કરવાની રમતો કે જેમાં કઇ વસ્તુ વધુ પોષણયુક્ત છે તેની જાણકારી, પોષણપૂરમ સ્ટેશનમાં જળ એ જ જીવન છે-જીવનમાં પાણીનું મહત્વ ઉપરાંત સુકા મેવાના ફાયદા – લાભ, સુપરફુડ, ધી જેકફુડ, નાળીયેર, સરગવો, કથહલ ફણસ, હળદર, જવ, આમળા અને દહીં ઉપરાંત બ્રેડ, રોટી, રાઇસ, પ્રોટીન, અનાજ, બદામ, દુધ, બટર, ચીઝ, બોડીમાસ ઇન્ડેક્ષ મુજબ વ્યક્તિનું ફીટનેસ તેમજ ક્યાં શાકભાજી – ફળફળાદિ ખાવાથી આપણા શરીરને કયું વિટામીન મળે, સ્વચ્છતા માટે સાબુથી હાથ ધોઇ રૂમાલથી હાથ લુંછવા, ખુલ્લો ખોરાક કે મચ્છર બેસેલ હોય તેવો ખોરાક ઉપયોગમાં ન લેવા, સ્વચ્છ પાણીનો ઉપયોગ કરી ફળફળાદિ – શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોઇને ઉપયોગ કરવો, આપણાં શરીરમાં પાણીની કેટલી જરૂરિયાત છે અને તેના ફાયદા વગેરે અંગેની જાણકારી તેમજ છેલ્લે સ્વસ્થ ભારતમ્ સ્ટેશન ખાતે માનવ જીવનમાં યોગ અને ખેલકુદનું મહત્વ દર્શાવતી બાબતોમાં વર્ચુઅલ ક્રિકેટની રમત ઉપરાંત લોન ટેનીસ, યોગ, સુપર હોકી વગેરે જેવી બાબતોને હુબહુ રીતે બાળકોને જાણકારી સાથે જરૂરી સમજ આપી હતી. ગરૂડેશ્વર તાલુકાના વિવિધ ગામોની શાળાના બાળકોને જે તે શાળાના કેન્દ્ર ખાતેથી શિક્ષણ વિભાગ દ્વારા નિઃશુલ્ક રીતે વાહનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ચિલ્ડ્રન પાર્ક – ન્યુટ્રીશીયન પાર્ક ખાતે લાવવા – લઇ જવાની સુવિધા પુરી પડાઇ હતી. ત્યારબાદ ચિલ્ડ્રન પાર્ક ખાતે એકત્ર થયેલા વિદ્યાર્થીઓએ પણ હોંશભેર – જુસ્સાભેર આ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. ચિલ્ડ્રન પાર્કમાં બાળકોમાં મનોરંજન અને આનંદ પ્રમોદ માટે ગુજરાત ઇકોલોજી કમિશન સહયોગથી મેરાફોર્મ ઇન્ડીયા કંપની દ્વારા બાળકો માટે ઉભી કરાયેલી જોય ટ્રેનમાં આ બાળકોએ બેસીને ટનલ ઉપરાંત ફલ શાકમ ગ્રહમ, પાયોનગરી, અન્નપુર્ણા, પોષણપૂરમ અને સ્વસ્થ ભારતમ જેવા પાંચ જેટલા સ્ટેશનો પણ રોકાણ કરીને જે તે સ્ટેશન ખાતે ન્યુટ્રીશન માટે ડિસ્પ્લે કરાયેલી બાબતોની વિશેષ જાણકારી મેળવી શાળાના આ બાળકોએ આજના આ અવસરને ઉત્સાહભેર માણી ધન્યતા અનુભવી હતી.
ચિલ્ડ્રન – ન્યુટ્રીશન પાર્ક ખાતેના જુદા જુદા જોય ટ્રેન સ્ટેશનોની મુલાકાત ઉપરાંત બાળકો માટેની ગેમઝોન, ન્યુટ્રીહન્ટમાં વિવિધ ગેમ્સમાં ફુટબોલ, વર્ચ્યુઅલ બાઇસીકલ રેસીંગ સહિતના બાળકોના મનોરંજન માટેના નીત નવી અસંખ્ય ગેમ્સનો આ બાળકોએ ઉત્સાહભેર લાભ લઇ ભરપૂર આનંદ-મજા માણી હતી. ત્યારબાદ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમા નિહાળીને અંત્યત આંનદીત થયા હતા. તદ્દઉપરાંત ઉપરાંત સરદાર પટેલ સાહેબના વ્યક્તિત્વ વિશેની જાણકારી મેળવીને પણ બાળકોએ ગૌરવની લાગણી અનુભવી હતી તેમજ તેની સાથોસાથ પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ રસપૂર્વક નિહાળી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની આદિવાસી વિસ્તારની વિવિધ પ્રાથમિક શાળાના બાળકો કે જેમને આજદિન સુધી પ્રત્યક્ષ રીતે રેલ્વે સ્ટેશન કે રેલ્વે ગાડી નિહાળી પણ નહી હોય કે ટ્રેનમાં પણ બેસ્યા નહી હોય તેવા તેમજ અંતરિયાળ વિસ્તાર એવું ચીનકુવા ગામ કે જ્યાં વાહન વ્યવ્હારની સુવિધા પણ ઉપલબ્ધ નથી તેવા ચીનકુવા સહિતના આસપાસના ગામોના ગરીબ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે જિલ્લા પ્રસાશનના પ્રેરક સહયોગને લીધે યોજાયેલો ઉક્ત પ્રવાસ ખુબજ માહિતીસભર, લાભદાયી અને યાદગાર બની રહેવાને લીધે આ વિસ્તારના વિદ્યાર્થીઓ-વાલીઓ ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરવા પામી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This
NEWER POSTસંગઠન સંરચના અંતર્ગત કેન્દ્રીય ભાજપા દ્વારા તમામ રાજયોના પ્રદેશ અધ્યક્ષશ્રીઓની નિયુક્તિ માટે નિરીક્ષકો જાહેર કરાયાં.-ભરત પંડયા
OLDER POSTકવાંટ માં મધ્યરાત્રીએ બે મકાનોને આગે લપેટમાં લેતા લાખો રૂપિયાની ઘરવખરી બળીને ખાખ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )