બોડેલી ના નાયબ કલેકટર ની કોટૅ માં વકીલોની પ્રવેશબંધી સામે વકીલોમાં રોષ : પોલીસ બોલાવવાની ફરજ પડી : બોડેલી વકીલ મંડળ દ્વારા ઉગ્ર રજૂઆત
Spread the love
છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી સેવાસદન માં કાયૅરત મા.નાયબ કલેકટરશ્રી ની કોટૅ માં ચલાવવામાં આવતા કોટૅ કેસો ની સુનાવણીમાં વકીલોની પ્રવેશબંધી કરાતા બોડેલી વકીલો માં ભારોભાર રોષ ફેલાયો હતો અને આ બાબત કાયદાથી પર હોવાનું જણાવતા બોડેલી બાર એસોસિયેશન દ્વારા પ્રવેશબંધી નો વિરોધ કરી નાયબ કલેકટર ને લેખિત રજૂઆત કરી હતી. બોડેલીના માં નાયબ કલેકટરની કોર્ટમાં કેસ ચલાવાય તેમાં અન્ય વકીલોએ કોર્ટ રૂમમાં હાજર રહેવું નહીં તેમ મા નાયબ કલેકટર શ્રી એ જણાવતા વકીલોએ આવી વકીલો પરની પ્રવેશબંધી નો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો .
જ્યાં કોર્ટ ચલાવાય તે ખુલ્લી અદાલત ગણાય અને ખુલ્લી અદાલતમાં સામાન્ય રીતે પક્ષકારો અને વકીલો બેસી શકે તેવી કાયદાકીય જોગવાઈ હોય છે તેમ છતાં બોડેલીના મા નાયબ કલેકટર શ્રી ની કોર્ટમાં વકીલો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે બંધારણીય જોગવાઈ મુજબ વકીલોને કોર્ટ રૂમમાં બેસવાનો હક હોય છે છતાં બોડેલી ના મા.નાયબ કલેકટર દ્વારા તેઓ ની કોર્ટમાં વકીલોને પ્રવેશ ન આપવામાં આવતા બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ અને બોડેલીના જાણીતા ધારાશાસ્ત્રી જશુભાઈ અમીન, ઉપપ્રમુખ મોહસીન મન્સુરી, મંત્રી અજય શ્રીવાસ્તવ , સહમંત્રી કમલ સિંહ ચૌહાણ સહિત જાણીતા ધારાશાસ્ત્રીઓ નરેન્દ્ર ખરાદી હેમંત જયસ્વાલ અંકિત લાલા વિગેરે સહિતના બોડેલી બાર એસોસિયેશન ના સભાસદોએ સામૂહિક રીતે આવી પ્રવેશબંધી નો વિરોધ દર્શાવવા લેખિત રજૂઆત કરી હતી.
CATEGORIES રોજીદા સમાચાર