ગુજરાતના ઈતિહાસની વિરલ ઘટના, વિધાનસભા ગૃહે બનાવ્યા નવા 3 રેકોર્ડ…
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વાર ગુજરાત વિધાનસભાની કામગીરી મધરાત્રિ પછી પણ ચાલુ રહી હતી. 14મી વિધાનસભાનાં છેલ્લા દિવસે એટલે ગઇકાલે શુક્રવારનું સત્ર 17 કલાક અને 40 મિનિટ ચાલીને સૌથી લાંબા સમય માટે ચલાવનાનો રેકોર્ડ બનાવ્યો છે.
આ ઉપરાંત એક જ દિવસે 9 બિલ પાસ થવાનો પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સિવાય ગુજરાત વિધાનસભાએ એક જ દિવસમાં ત્રીજો રેકોર્ડ બનાવ્યો છે. ત્રીજો રેકોર્ડ જીસ્વાન પર ગવર્મેન્ટ વેબસાઈટ પર પ્રથમવાર આટલા ઈ-વિઝીટર નોંધાયા હોય તેવું ગુજરાત તેને માટે પ્રથમ રાજ્ય બન્યુ છે.
આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની આગેવાનીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ બન્યા છે. સવારે 10 વાગ્યાથી આરંભાયેલું સત્ર રાતે 3.40 કલાક સુધી ચાલી હતી. રાત્રિના ભોજનની વ્યવસ્થા પણ ધારાસભ્યો માટે વિધાનસભા પરિસરમાં જ કરવામાં આવી હતી. અગાઉ 1991માં 11.32 વાગ્યા સુધી ગૃહ ચાલ્યું હતું.
14મી ગુજરાત વિધાનસભાના 26 જુલાઈના અંતિમ દિવસે સવારે 10 વાગ્યે હાથ ધરાયેલું ગૃહ રાત્રે 12 કલાક પછી પણ ચાલી રહ્યું હતું. નિયમિત સમય પ્રમાણે સવારે 10 કલાકે હાથ ધરાયેલી સવારની બેઠક સામાન્ય રીતે 2.30 કલાકે પૂરી થઈ જાય છે, પણ શુક્રવારે હાથ ધરાયેલા સત્રમાં નવ બિલ રજૂ કરવામાં આવ્યાં હતાં.
14મી ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસે ગૃહમાં સિંચાઈ, ઘરવપરાશ પાણી, શહેરી વિકાસ, ગણોત ધારાબિલ, ખાનગી યુનિવર્સિટી પરનાં બે બિલ, કૃષિ યુનિવર્સિટીના સુધારા વિધેયક સહિતના વિધેયક પર લાંબી ચર્ચા ચાલતા છેવટે ગૃહ અડધી રાત્રિ પછી પણ ચાલ્યું હતું અને કોંગ્રેસ-ભાજપના સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો.
ગુજરાત વિધાનસભાએ એક જ દિવસમાં ત્રીજો રેકોર્ડ બનાવ્યો છે. જીસ્વાન પર આજે 1.05 લાખ ઈ-વિઝીટર નોંધાયા છે. ગવર્મેન્ટ વેબસાઈટ પર પ્રથમવાર આટલા ઈ-વિઝીટર નોંધાયા હોય તેવું ગુજરાત તેને માટે પ્રથમ રાજ્ય બન્યુ છે. આ વિશે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ગૃહમાં જાહેરાત કરી છે. અન્ય 12 વિધાનમંડળો પણ ગુજરાતના જીસ્વાન સાથે જોડાયેલા છે.
રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર વિધાનસભા ગૃહ મધરાત્રિ પછી પણ ચાલુ રહ્યું હતું. ગૃહની કામગીરી પૂર્ણ થયા બાદ નિતિન પટેલે આ ઐતિહાસિક દિવસને લઇને એક નિવેદન આપ્યું હતું. નિતિન પટેલે જણાવ્યું હતું કે, વિધાનસભાનું બજેટ સત્ર બીજી તારીખે શરૂ થયુ હતુ. 26 તારીખે શરૂ થયેલ બેઠકની કામગીરી 27એ સવાર સુધી ચાલી હતી.
જે ગુજરાત વિધાનસભા માટે ઐતિહાસિક દિવસ છે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું એક દિવસમાં 9 બિલો પર ચર્ચા થઇ હતી. જે તમામ બિલો સર્વાનુમતે પસાર થયા છે. નીતિન પટેલે કહ્યું કે, ગૃહની કામગીરી લગભગ 17 કલાક ચાલી હતી. જેમાં ગુજરાતની જનતા માટે 2 લાખ કરોડથી વધુનુ બજેટ પ્રજા માટે ખર્ચવાની મંજૂરી આપવામાં આવી છે.
રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર વિધાનસભા ગૃહ મધરાત્રિ પછી પણ ચાલુ રહ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ રહ્યા હતા. તેમણે આ વિશે એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, તમામ સભ્યોએ પોતાના વિચારો મૂકી ઐતિહાસિક દિવસ બનાવ્યો છે. અગાઉ સૌથી લાંબી વિધાનસભા ચાલવાનો 1993નો રેકોર્ડ હતો, જે 10 કલાક 22 મિનિટની ચર્ચાઓ થઇ હતી. પરંતુ તે રેકોર્ડ આજે તૂટી ગયો છે