બે દિવસ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાની ખેલ મહાકુંભ ની વોલીબોલ સ્પર્ધા ખત્રી વિદ્યાલય બોડેલી મુકામે યોજાઈ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

બે દિવસ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાની ખેલ મહાકુંભ ની વોલીબોલ સ્પર્ધા ખત્રી વિદ્યાલય બોડેલી મુકામે યોજાઈ રહી છે જેમાં જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્ષ્મણસિંહ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ બહેનોની સ્પર્ધા આજ રોજ શરૂ થઈ હતી જેમાં છોટાઉદેપુર જિલ્લામાં અંડર -14(ફોર્ટીન) અને 17 (સેવનટીન) ટીમમાં કવાંટ ,સંખેડા , છોટાઉદેપુર, નસવાડી , બોડેલી અને પાવી જેતપુર એમ દરેક તાલુકાની ટીમો ઓપનમાં પણ બોડેલી અને સંખેડા ની ટીમો કુલ ૧૬ જેટલી ટીમોએ ભાગ લીધો હતો લગભગ 200 જેટલી વિદ્યાર્થીઓ સ્પર્ધા માં રમી હતી. ભારત સરકાર ના તેમજ ગુજરાત સરકારના મહિલા સશક્તિકરણ ના અભિગમ ને સાર્થક કર્યો હતો અને ગુજરાત ગવર્મેન્ટ આ વિદ્યાર્થીઓ અને રમતવીરોને તેમની રમત ને પ્રોત્સાહન આપે છે પ્રથમ – દ્વિતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને સારામાં સારી રકમ ભેટ સ્વરૂપે અર્પણ કરે છે જિલ્લામાંથી નંબર મેળવનાર વિદ્યાર્થીઓ હવે રાજ્યકક્ષાએ છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને આ સમગ્ર ખેલ મહાકુંભ માં જિલ્લા રમત ગમત અધિકારી સતત નિગરાની રાખી રહ્યા છે આ કાર્યક્રમનું સફળ સંચાલન ખત્રી વિદ્યાલય ના પી.ટી શિક્ષક એ.જે મેમણ અને શાળાના આચાર્ય વાય.યુ. ટપલાએ કરી વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે અને વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.

પરેશ ભાવસાર
બોડેલી
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )